ફિટ રહેવા માટે ‘કાળા કલરનું પાણી’ પીવે છે મલાઈકા અરોરા, કિંમત જાણીને થઇ જશો હેરાન
ફિટનેસની રાણી કહેવાતી મલાઈકા જે પાણી પીવે છે એ જાણીને હોંશ ઠેકાણે નહિ રહે, આને લીધે આવું મજેદાર ફિગર બન્યું હશે?
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.
મલાઈકા અરોરા અવારનવાર પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. જીમમાં જતી વખતે તેની તસવીરો વાયરલ થતી રહે છે. પરંતુ આ વખતે પેપરાજીના કેમેરામાં કેદ થયેલી મલાઈકાની લેટેસ્ટ તસવીરો અન્ય કોઈ કારણસર ચર્ચામાં રહી છે. મલાઈકાના હાથમાં એક બોટલ છે જેમાં કાળા કલરનું પાણી છે. કાળા રંગનું આ પાણી બિસ્લેરીનું મિનરલ વોટર નથી પણ બીજું કંઈક છે, જેને જોઈને પેપરાજીઓ પણ તેના વિશે જાણવા ઉત્સુક બન્યા હતા.
મલાઈકા અરોરાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના યોગા ક્લાસમાંથી બહાર નીકળી રહી છે. મલાઈકા જ્યારે જીમમાંથી બહાર આવી ત્યારે એક ફોટોગ્રાફરે તેના હાથમાં કાળું પાણી જોઈને તેના પ્રશ્નો પૂછ્યા. ‘મેડમ, તમે કાળું પાણી પીઓ છો?’ મલાઈકા આના પર હસી પડી અને તેણે કહ્યું કે તે કાળું એલ્કલાઈન પાણી છે.
આ એલ્કલાઈન પાણી Evocus Black Alkaline Water છે. આ પાણીમાં 70 થી વધુ મિનરલ્સ હોય છે. જેના કારણે શરીરનું મેટાબોલિઝમ, ઓક્સિજન લેવાની ક્ષમતા, ડિ-ટોક્સિફિકેશન અને પાચન સારું થાય છે. કાળા એલ્કલાઈન પાણીની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટર છે.
જો કે, વિવિધ આઉટલેટ્સમાં તેની કિંમતમાં તફાવત છે. આ પાણીના કલર વિશે મની કંટ્રોલ સાથે વાતચીતમાં AV Organicsના કો-ફાઉડર,એમડી આકાશ વાધેલાએ જણાવ્યું હતું કે આ પાણીની ગુણવત્તા સુધારવા માટે વપરાતા મિનરલ્સ કાળા રંગના હોય છે. આ જ કારણ છે કે તેનો રંગ પણ કાળો છે. કાળા પાણી સિવાય, મલાઈકાના સ્વાસ્થ્યનું રહસ્ય પણ તેનો ખોરાક, વર્કઆઉટ અને યોગ છે. મલાઈકાનો પોતાનો યોગ સ્ટુડિયો છે.
તાજેતરમાં, મલાઇકાએ ‘બિગ બોસ’ ઓટીટીના પ્રીમિયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મલાઈકા બહુ જલ્દી એક નવો પ્રોજેક્ટ NUDE (N = Nutritious U = Undisguised D = Delicious E= Eats)મીલ્સ પણ શરુ કરવા જઈ રહી છે જે ફૂડ બિઝનેસ છે. આ સિવાય મલાઈકા આગામી શો ‘સુપરમોડેલ ઓફ ધ યર સીઝન 2’ પણ લઈને આવાની છે.
View this post on Instagram