મલાઇકા ભાભીનું ફિગર જોઈને જોઇ બેકાબૂ થયા કેટલાક લોકો, પાસે આવ્યા તો ભડકેલી અભિનેત્રીએ લગાવી ક્લાસ - Chel Chabilo Gujrati

મલાઇકા ભાભીનું ફિગર જોઈને જોઇ બેકાબૂ થયા કેટલાક લોકો, પાસે આવ્યા તો ભડકેલી અભિનેત્રીએ લગાવી ક્લાસ

હુસ્નની મલ્લિકા મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલની સુંદરતાના લોકો દિવાના છે. એક્ટ્રેસ ઘણીવાર મીડિયામાં હેડલાઈન્સ બનાવતી જોવા મળે છે. મુંબઈમાં તે લગભગ દરરોજ યોગ ર્લાસ અને જીમની બહાર જોવા મળે છે.અભિનેત્રીને જિમ અથવા ઘરની બહાર સ્પોટ થતાં જ ચાહકો તેની એક ઝલક જોવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉત્સુક થઈ જાય છે. પરંતુ આ વખતે ફેન્સ માટે ફોટો પડાવવો મુશ્કેલ બની ગયો હતો. ફોટો લેવા માટે મલાઈકાની કારની નજીક ફેન આવતા જ એક્ટ્રેસ તેને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. મલાઈકા અરોરાનો એક ફેન્સની ક્લાસ લેતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકા અરોરા મુંબઈમાં જિમની બહાર જોવા મળી હતી. અભિનેત્રી પોતાની કારમાં જઈને બેસી ગઈ અને આ દરમિયાન એક ફેન આવે છે, જેને જોઈને એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. મલાઈકા તેના ફેન્સને ઊંચા અવાજમાં કહે છે- ‘તમે કેટલા ફોટા પાડશો ? હમણાં જ લીધો. વીડિયો જોઈને લાગે છે કે આ ફેન મલાઈકાના ફોટા વારંવાર ક્લિક કરી રહ્યો છે. જે બાદ એક્ટ્રેસ ગુસ્સે થઈ જાય છે. જણાવી દઇએ કે, યોગા સેન્ટરમાંથી બહાર નીકળ્યા બાદ જ્યારે મલાઇકા પોતાની કારમાં બેઠી હતી ત્યારે એક ચાહકે તેની સાથે ઘણા ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. મલાઈકા અરોરા સતત તેની સામે જોઈ રહી હતી.

આખરે જ્યારે એક્ટ્રેસ પોતાની કારમાં બેઠી તો તે ફેન ત્યાં પણ એકદમ નજીક જઇ ફોટો ક્લિક કરાવવા પહોંચી ગયો અને આ વાત પર અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ. મલાઈકા અરોરાએ ફેન્સને કહ્યું કે તમે કેટલા ફોટા પાડશો? ત્યારે ફેન ફરીથી અભિનેત્રીને વિનંતી કરે છે કે તે યોગ્ય રીતે ફોટો ક્લિક કરાવે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તૈયાર થઈ જાય છે અને પાછળ ઉભેલી અભિનેત્રી કુબ્રા હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા બ્લેક સ્પેગેટી અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. ઉલ્મલેખનીય છે કે, કેટલાક સમય પહેલા મલાઈકા અરોરાનો કાર અકસ્માત થયો હતો.

અભિનેત્રીને ઈજા પણ થઈ હતી. મલાઈકા અરોરાને હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી, જે બાદ તેને રજા આપવામાં આવી હતી. વ્હીલચેરમાં બેસીને તેનો કાર પાસે જતો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મલાઈકાના કપાળ પર ઇજાનો ડાઘ છે, જેના કારણે તે વધુ કેપ પહેરેલી જોવા મળે છે. મલાઈકા અરોરાના અંગત જીવનની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક વર્ષોથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી વાતો સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ લગ્ન વિશે પણ સંકેત આપ્યા હતા. અર્જુન કપૂર પહેલા મલાઇકા અરોરાએ બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર પણ છે. લગ્નના ઘણા વર્ષો બાદ મલાઇકાએ અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા હતા. છૂટાછેડા બાદ મલાઇકાને પુત્ર અરહાનની કસ્ટડી મળી હતી. છૂટાછેડા બાદ મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને જલ્દી જ બંને લગ્નના બંધનમાં બંધાય તેવી શક્યતા છે.

Live 247 Media

disabled