ખૂબ જ બોલ્ડ અંદાજમાં સલૂન બહાર સ્પોટ થઇ મલાઇકા અરોરા, અર્જુન કપૂર પણ ફેવરેટ લુકમાં થયા સ્પોટ - Chel Chabilo Gujrati

ખૂબ જ બોલ્ડ અંદાજમાં સલૂન બહાર સ્પોટ થઇ મલાઇકા અરોરા, અર્જુન કપૂર પણ ફેવરેટ લુકમાં થયા સ્પોટ

47 વર્ષની મલાઈકા પ્રેમી અર્જુન સાથે આ ક્યાં ઉપડી? મલાઈકાએ ખુબ જ વિચિત્ર ડ્રેસ પહેર્યો- ફેન્સ બોલ્યા માં દીકરા જેવી જોડી છે

મલાઈકા અરોરા ફરી એકવાર પેપરાજીની નજરમાં આવી. આ દરમિયાન તેણે કેમેરા સામે ઘણા સુંદર પોઝ આપ્યા હતા. તેના બોલ્ડ લૂકે બધાનું ધ્યાન ખેંચી લીધુ હતુ . મલાઇકાની સામે આવેલી તસવીરોમાં તે ખૂબ જ શાનદાર અને ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકા લોકો સાથે વાતચીત કરતી પણ જોવા મળી રહી છે. મલાઈકાનો ક્લાસી લુક લોકોને પસંદ આવી રહ્યો છે. તેણે ડ્રેસ સાથે મેચિંગ સ્લીપર્સ પહેર્યા છે. ફોટોમાં મલાઈકાએ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે. તેણે બ્લેક માસ્ક પણ કેરી કર્યુ છે.

અભિનેત્રીના બોલ્ડ અંદાજે દરેકનું દિલ જીતી લીધું. અભિનેત્રીની સ્ટાઈલના ચાહકો દિવાના છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેને હાલમાં જ મુંબઈના બાંદ્રામાં એક સલૂનમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. જોકે, ખાસ વાત એ છે કે બંને અલગ અલગ સલુનમાં પહોંચ્યા હતા. મલાઈકા અરોરાની સુંદરતા અને સ્ટાઈલના આપણે કેટલાં વખાણ કરીએ છીએ, પરંતુ એવું લાગે છે કે મલાઈકા અરોરા માટે એ વખાણ પણ ઓછા પડે એમ છે.

એટલા માટે દર વખતે તે કંઈક એવું કરે છે કે તેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. મલાઈકા અરોરા શુક્રવારે મુંબઈના એક સલૂનમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીનો અદભૂત અંદાજ જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા મરુન પ્લાઝો પર હાફ જેકેટ પહેેરેલી જોવા મળી રહી છે, મલાઇકાના આ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જો કે મલાઈકા ઘણીવાર તેના લુક સાથે એક્સપરીમેન્ટ કરતી જોવા મળે છે, પરંતુ દરેક વખતે તે ઘણી પ્રશંસા મેળવે છે અને લોકો તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. અર્જુન કપૂર બાંદ્રાના એક સલૂનમાં પહોંચ્યો હતો. જ્યાં હંમેશની જેમ તે પોતાના ફેવરિટ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ઘણો હેન્ડસમ પણ લાગી રહ્યો હતો

મલાઈકા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે અને તે તેની તસવીરો અને યોગ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છએ. ફેશન સેન્સ સિવાય મલાઈકા તેના શાનદાર ડાન્સ માટે જાણીતી છે. મલાઇકાના ચાહકો 1998ની ફિલ્મના ગીત છૈયા છૈયા’માં તેના જબરદસ્ત ડાન્સ માટે યાદ કરે છે. મલાઈકાએ ઘણી બોલિવૂડ ફિલ્મોના હિટ ગીતો પર પરફોર્મ કર્યું છે. તે ઘણા ટીવી શોમાં જજ તરીકે દેખાઈ છે. મલાઈકા અરોરાએ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘ઈન્ડિયા બેસ્ટ ડાન્સર’, ‘સુપર મોડલ ઓફ ધ યર’ જેવા શોને જજ કર્યા છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malla Addicted (@malaikaarora_love)

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)

તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Live 247 Media

disabled