આખરે કેવી રીતે અર્જુન કપૂર સાથે દિલ હારી બેઠી હતી વિવાહિત મલાઈકા, કંઈક આવી રીતે શરૂ થઇ હતી બંન્નેની લવસ્ટોરી - Chel Chabilo Gujrati

આખરે કેવી રીતે અર્જુન કપૂર સાથે દિલ હારી બેઠી હતી વિવાહિત મલાઈકા, કંઈક આવી રીતે શરૂ થઇ હતી બંન્નેની લવસ્ટોરી

પોતાનાથી ૧૨ વર્ષ નાના છોકરા જોડે લફડું કરી બેઠી ૪૭ વર્ષની મલાઈકા, કઈ રીતે લફરું ચાલુ થયું? જુઓ

એક સમય હતો જ્યારે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ઇન્ડસ્ટ્રીના રોમેન્ટિક કપલમાંના એક હતા. મલાઈકા-અરબાઝ એક એડ શૂટિંગના સમયે મળ્યા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંન્નેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા અને બંન્નેનો દીકરો અરહાન ખાન પણ છે.

લગ્નના 19 વર્ષ પછી બંન્ને વચ્ચે મતભેદ થવા લાગ્યો અને 2017 માં છૂટાછેડા લીધા, અને દીકરાની કસ્ટડી મલાઈકાને સોંપવામાં આવી હતી. મલાઈકા ઘણીવાર દીકરા સાથે સ્પોટ થાય છે. જોકે બંન્નેનું અલગ થવાનું કારણ અભિનેતા અર્જુન કપૂરને પણ માનવામાં આવ્યું હતું.

અરબાઝ સાથે અલગ થતા પહેલા જ મલાઈકાના અર્જુન સાથેના રિલેશનની ચર્ચાઓ થવા લાગી હતી. મલાઇકાના પહેલા અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરતા હતા.

કહેવામાં તો એવું પણ આવ્યું હતું કે મલાઈકા અર્જુન પર ત્યારે જ ફિદા થઇ ગઈ હતી જ્યારે તે પોતાની ડેબ્યુ ફિલ્મ ઇશકઝાદેની તૈયારી માટે સલમાન ખાનને મળવા આવ્યા કરતા હતા. અર્જુનનું ફ્રેન્ડ સર્કલ પણ મલાઈકા સાથે જોડાયેલું હતું.

જાણકારીના આધારે અર્જુન મોડી રાતે મલાઈકાને મળવા તેના ઘરે પણ જતા હતા અને આવું ઘણીવાર જોવા મળેલું છે. મલાઈકાનો પરિવાર અને તેના દીકરા સાથે પણ અર્જુનની સારી એવી બોન્ડિંગ છે, કપૂર ખાનદાનની પણ પાર્ટીમાં મલાઈકા અર્જુન સાથે જોવા મળે છે.

મલાઈકા અર્જુન કરતા 12 વર્ષ મોટી છે જેને લીધે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી, જો કે આવી વાતોનો તેને કોઈ જ ફર્ક નથી પડતો. બંન્નેએ લગ્ન વિશે હજી સુધી કોઈ જ વાત કરી નથી.જો કે એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું હતું કે જ્યારે પણ તે લગ્ન કરશે, ક્રિશ્ચિયન રિવાજથી ચર્ચમાં કરશે.

વાત કરીએ કારકિર્દીની તો મલાઈકા હાલ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે અને અર્જુન કપૂર પરિણિતી ચોપરા સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય અર્જુન ‘ભૂત પુલીસ’ ફિલ્મમાં પણ જોવા મળશે, ફિલ્મમાં સૈફ અલી ખાન પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

Live 247 Media

disabled