મલાઇકા અરોરા-અરબાઝ ખાન દીકરાને એરપોર્ટ પર મૂકવા પહોંચ્યા, ચાહકો બોલ્યા- કેટલી જવાબદારી ઉઠાવે છે મલાઈકા ભાભી  - Chel Chabilo Gujrati

મલાઇકા અરોરા-અરબાઝ ખાન દીકરાને એરપોર્ટ પર મૂકવા પહોંચ્યા, ચાહકો બોલ્યા- કેટલી જવાબદારી ઉઠાવે છે મલાઈકા ભાભી 

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ બંને તેમના પુત્ર માટે અમેઝિંગ કો-પેરેન્ટ છે, જે અરહાનની ખૂબ કાળજી લે છે. મલાઈકા અરોરા તેના પુત્ર અરહાનને ખૂબ પ્રેમ કરે છે અને જો તેનો પુત્ર દેશમાં હોય તો તે ઘણીવાર તેની સાથે લંચ, ડિનર કે પાર્ટી માટે સ્પોટ થતી હોય છે. મલાઈકા અને અરહાન ખાન વચ્ચેનું બોન્ડિંગ પણ ખૂબ જ મજબૂત છે અને બંને એકબીજાને ઘણું સન્માન પણ આપે છે. હાલમાં જ મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે,

જેમાં તે તેના પૂર્વ પતિ અરબાઝ ખાન અને પુત્ર અરહાન સાથે જોવા મળી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે બંને અરહાનને મૂકવા માટે એરપોર્ટ પહોંચ્યા છે. એરપોર્ટ પરથી અરબાઝ ખાન, મલાઈકા અરોરા અને તેમના પુત્ર અરહાન ખાનનો એક વીડિયો સામે આવ્યો, જેમાં બંને પોતાના પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા. એવું લાગે છે કે બંને તેમના પુત્ર અરહાનના કારણે સાથે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અરહાન વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યો છે અને આ દિવસોમાં તે વેકેશન પર મુંબઈ આવી્યો હતો

અને હવે હાલમાં સામે આવેલો વીડિયો જોઈને લાગે છે કે હવે તે તે વિદેશ પરત ફરી રહ્યો છે. પુત્ર સાથે ભૂતપૂર્વ કપલની આ દરમિયાનની તસવીરો મીડિયાના કેમેરામાં કેદ થઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે મલાઈકા શોર્ટ્સ સાથે સફેદ શર્ટ પહેરેલી અને અરબાઝ ગ્રીન ચેક શર્ટમાં તો અરહાન ખાન બ્લેક હૂડીમાં જોવા મળી રહ્યો છે. આ સમયે મલાઈકાનો પાલતુ શ્વાન કેસ્પર પણ હાજર હતો. એરપોર્ટ પર પુત્રને વિદાય આપવા આવેલા મલાઈકા-અરબાઝે પુત્રને ગળે લગાવીને સી-ઓફ કર્યુ હતુ.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જોવા મળી રહી છે.આ દરમિયાન અરબાઝ અને મલાઈકા પુત્ર અરહાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા, પરંતુ બંનેએ એકબીજા સાથે વાત કરી ન હતી.આ વીડિયોએ નેટીઝન્સને પ્રભાવિત કર્યા હતા. ચાહકોએ કમેન્ટ કરી પેરેન્ટ્સની પ્રશંસા પણ કરી હતી. એક યુઝરે લખ્યું કે, “છૂટાછેડા થયા હોવા છતાં સારું લાગે છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “લગ્ન કરી સાથે દુખી રહેવા કરતાં ખુશીથી છૂટાછેડા લેવાનું વધુ સારું છે!”

એક નેટીઝન્સે અરબાઝ-મલાઈકાના કો-પેરેન્ટિંગ માટે વખાણ કર્યા. કેટલાક યુઝર્સે નોંધ્યું છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન આંખ મીંચીને વાત કરી રહ્યા નહોતા. જણાવી દઇએ કે, મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને સારી રીતે જાણ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ મલાઈકા અને અરબાઝે એકબીજાને કાયમ સાથે રહેવાનું વચન આપ્યું હતું. જો કે, લગ્નના 19 વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેમનો સંબંધ તૂટી ગયો.

વર્ષ 2017માં છૂટાછેડા થયા અને 2018માં મલાઈકા અને અર્જન કપૂર રિલેશનશિપમાં હોવાના સમાચાર આવવા લાગ્યા. શરૂઆતમાં તેણે આ સંબંધને છુપાવવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રેમ તેને છુપાએ છૂપતો નથી. એવું કહેવાય છે કે તેમના પ્રેમની શરૂઆત 2017માં જ થઈ હતી. એટલે કે અરબાઝ સાથેના સંબંધોનો અંત આવતા જ મલાઈકાના જીવનમાં અર્જુન આવી ગયો હતો. જો કે અરબાઝ ખાન પણ મોડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીના પ્રેમમાં છે. બંનેને ઘણીવાર સાથે લંચ-ડિનર ડેટ પર કે પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled