મલાઈકા અને અર્જુન કપૂર માલદીવમાં રોમેંટિક વેકેશન એન્જોય કરીને પરત ફર્યા મુંબઈ, દિવસ અને રાત ખુબ મજા કરી હશે ફેન્સ બોલ્યા

૪૮ વર્ષની મલાઈકા પોતાનાથી ૧૨ વર્ષ નાના પ્રેમીને માલદીવથી મુંબઈ લઇ આવી, ફેન્સ બોલ્યા માલદીવમાં ખુબ મજા કરી હશે બંનેએ

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને એક બીજાની સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલમાંથી એક છે. બંને છેલ્લા ઘણા સમયથી માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા હતા પરંતુ બંને માલદિવથી પાછા આવી ગયા છે. બંને રાત્રે એરપોર્ટ પર સ્પોટ થયા હતા. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એરપોર્ટ પર ખુબ જ સ્ટાઈલિશ અવતારમાં નજર આવ્યા હતા.

આ દરમ્યાન બંનેની સ્ટાઈલ જોવા જેવી હતી. દર વખતની જેમ અર્જુન ઓલ ઈન બ્લેક લૂકમાં જોવા મળ્યા હતા અને બ્લેક કલરની ટોપી પહેરી હતી સાથે ચશ્મા પણ પહેરેલા હતા. જ્યારે મલાઈકાએ ફરી બધી લાઇમલાઈટ ચોરી લીધી હતી. આ દરમ્યાન મલાઈકા અરોરા રિપ્ડ જીન્સ, બ્રેલેટ પર જેકેટ પહેરેલું જોવા મળી રહ્યું હતું. અને હંમેશની જેમ તેની સ્ટાઈલ બધાને પસંદ આવી હતી. સાથે જ કોરોનથી બચવા માટે માસ્ક પણ પહેરેલું હતું.

મલાઈકાનું જીન્સ ડાબી બાજુના ઘૂંટણથી કંઈક વધારે જ ફાટેલું હતું. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. મલાઈકાના પેન્ટ પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું કે,’જુઓ સસલું જીન્સમાં ન ઘૂસી જાય. તેમજ અન્ય એક યુઝરે લખ્યું કે,’માતા અને પુત્ર ક્યાં જઈને આવ્યા છે. અન્ય એક યુઝરે કહ્યું કે, ‘જીન્સને શું થયું, કૂતરું કરડ્યું? તેવી જ રીતે કેટલાક અન્ય યુઝર્સ મલાઈકાના પેન્ટ પર ખરાબ કોમેન્ટ કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરનારા આ કપલે માલદીવ વેકેશન દરમ્યાન એકબીજાની ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મલાઈકાની સાથે પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંને સ્વિમિંગ પૂલમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા.

વાયરલ વીડિયોમાં અર્જુન અને મલાઈકા બંને સ્વિમિંગ પૂલની અંદર સાથે સાઈકલ ચલાવતા નજર આવી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે અર્જુને કેપ્શન લખ્યું કે,’જ્યારે ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતાં વધુ સ્ટ્રીક ટાસ્કમાસ્ટર હોય!!!’ સાથે જ ભૂતપૂર્વ વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયન ‘ડ્રૂ નીલ’ને ટેગ કરતા લખ્યું, ‘જુઓ ડ્રૂ નીલ, હું વેકેશનમાં પણ માલદીવમાં વર્કઆઉટ કરું છું આભાર મલાઈકા અરોરા.’

વેકેશનમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ખૂબ જ બિંદાસ લાગતા હતા. અર્જુન કપૂરે માલદીવના ઘણા વીડિયો શેર કર્યા છે. મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ, ફિટનેસ અને લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા પેપરાજીની ફેવરિટ છે. જીમથી લઈને યોગા સેશન કે લંચ-ડિનર સુધી પેપરાજી તેને ફોલો કરે છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા મોટાભાગે પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ તેમને તક મળતાની સાથે  જ સમય પસાર કરવા વેકેશન પર જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

After post

disabled