દીકરી અરિયાના સાથે નજર આવી "પરદેશ" એક્ટ્રેસ યમહિમા ચૌધરી યુઝર્સ બોલ્યા- આ તો ઘણા હિરોઇનોની છુટ્ટી કરી દેશે - Chel Chabilo Gujrati

દીકરી અરિયાના સાથે નજર આવી “પરદેશ” એક્ટ્રેસ યમહિમા ચૌધરી યુઝર્સ બોલ્યા- આ તો ઘણા હિરોઇનોની છુટ્ટી કરી દેશે

ટૂંકી ટૂંકી ચડ્ડી અને હાથમાં લાખો રૂપિયાનો આઈફોન, મહિમા ચૌધરીની દીકરી ખુબ જ હોટ થઇ ગઈ જુઓ

આ દિવસોમાં બોલિવુડમાં ઘણા સ્ટાર કિડ્સ ચર્ચમાં છે, ઘણા લુકને લઇને તો ઘણા બોલિવુડ ડેબ્યુને લઇને ચર્ચામાં છે. જ્યાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનથી લઇને શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી તેમજ બોલિવુડની ધડક ગર્લ જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે, ત્યાં કેટલાક સ્ટારકિડ્સ એવા પણ છે જે લાઇમલાઇટથી દૂર છે, પરંતુ તેમની બોલિવુડમાં એન્ટ્રીની ચાહકો રાહ જોઇ રહ્યા છે. આમાંથી જ એક છે મહિમા ચૌધરીની દીકરી અરિયાના.

હાલમાં જ બુધવારના રોજ રાત્રે મહાનાયક અમિતાભ બચ્ચન, બોમન ઇરાની, ડૈની ડેન્જોંગ્પા, પરિણીતિ ચોપરા અને નીના ગુપ્તાની અપકમિંગ ફિલ્મ ઉંચાઇની રીલિઝ પહેલા આની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ ઇવેન્ટમાં મોટાભાગના બોલિવુડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાંનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. આ વીડિયો અભિનેત્રી મહિમા ચૌધરી અને તેની દીકરી અરિયાનાનો છે.

કેમેરામાં મહિમાની દીકરી અરિયાનાની ઘણી ખૂબસુરત ઝલક કેપ્ચર થઇ હતી. તેની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ લોકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. પેપરાજીના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પર મહિમાની દીકરીની લોકો ખૂબ પ્રશંશા કરી રહ્યા છે. એકે લખ્યુ- જ્યાં સ્ટાર કિડ્સ ઘણી મહેનત બાદ પણ ખૂબસુરત નથી લાગતા, ત્યાં આ કંઇ પણ કર્યા વગર જ પ્રેમાળ લાગી રહી છે. બધા એકબાજુ અને આ એકલી એકબાજુ. એક અન્યએ લખ્યુૃ- આ બિલકુલ તેની માતાની કોપી લાગી રહી છે.

એકે અરિયાનાને મહિમા ચૌધરી અને અનુષ્કાનું કોમ્બિનેશન જણાવ્યુ હતુ. જણાવી દઇએ કે, અરિયાના મહિમા ચૌધરી અને બોબી મુખર્જીની દીકરી છે. બોબી અને મહિમાના લગ્ન વર્ષ 2006માં થયા હતા અને 2013માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. મહિમા સિંગલ મધર તરીકે તેની દીકરી અરિયાનાને પાળી રહી છે. મહિમાએ તેની દીકરીને પાળવા માટે જ ફિલ્મોથી ક્વિટ કરી લીધુ હતુ. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા મહિમા ચૌધરીએ જણાવ્યુ હતુ કે તે બ્રેસ્ટ કેન્સર સામે જજૂમી રહી હતી.

ફિલ્મ પરદેશથી બોલિવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર મહિમા ના માત્ર ચુલબુલી એક્ટિંગ માટે ફેમસ છે, પરંતુ તેની ખૂબસુરતીના પણ લોકો દીવાના છે. મહિમા લાંબા સમયથી બોલિવુડ ઇન્ડસ્ટ્રી અને ગ્લેમર વર્લ્ડથી દૂર ચે. તેનો એક વીડિો અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં મહિમા ચૌધરી કહી રહી હતી કે કેવી રીતે અનુપમ ખેરે તેનો એક પ્રોજેક્ટ માટે સંપર્ક કર્યો હતો, જે બાદ તેમને બીમારી વિશે જાણ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled