પહેલા લગ્ન તૂટ્યા પછી સાઉથની સુંદર એક્ટ્રેસે હેન્ડસમ પ્રોડ્યુસર જોડે કર્યા બીજા લગ્ન, 4 મહિના પછી દર્દ છલકાયું ને કહ્યું... - Chel Chabilo Gujrati

પહેલા લગ્ન તૂટ્યા પછી સાઉથની સુંદર એક્ટ્રેસે હેન્ડસમ પ્રોડ્યુસર જોડે કર્યા બીજા લગ્ન, 4 મહિના પછી દર્દ છલકાયું ને કહ્યું…

સાઉથ અભિનેત્રી મહાલક્ષ્મી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે એવાર નવાર તેના બીજા પતિ અને ફિલ્મ નિર્માતા રવિન્દ્ર ચંદ્રશેખર સાથે તસવીરો શેર કરતી રહે છે. એવામાં હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી પતિ પર પ્રેમ લૂંટાવ્યો છે. આ તસવીરમાં બંને સાથે જોવા મળી રહ્યા છે અને તેમની વચ્ચે કમાલની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને બેસ્ટ કપલ ગોલ્સ આપી રહ્યા છે. તેમની બોન્ડિંગ જોઇ તો ચાહકો પણ તેમના મુરીદ થઇ ગયા છે.

તસવીર શેર કરી અભિનેત્રીએ લખ્યુ કે, જીવન ઘણુ ખુશનુમા છે અને તમે પણ. આ તસવીર શેર કરવા સાથે તેણે કમેન્ટ્સને હાઇડ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી પ્રોડ્યુસર રવિન્દ્ર સાથે લગ્ન બાદથી ઘણી ટ્રોલ થઇ રહી છે. લોકો તેને ઘણી ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. જણાવી દઈએ કે અભિનેત્રીના આ બીજા લગ્ન છે. મહાલક્ષ્મીએ પહેલા વર્ષ 2019માં અનિલ સાથે લગ્ન કર્યા હતા. તેને પહેલા લગ્નથી એક પુત્ર છે.

બંનેને એકસાથે મન મેળ ન આવતા બંને અલગ થઈ ગયા અને એપ્રિલ 2021માં તેણે ઇન્સ્ટાગ્રામ પર રવિંદર ચંદ્રશેખર સાથેના રિલેશનની જાહેરાત કરી હતી.જે બાદ ગયા વર્ષે જ તેણે 1 સપ્ટેમ્બર 2022ના રોજ ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી અને લોકોએ આ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયા પણ આપી હતી. કેટલાક લોકોએ કપલને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે ઘણા લોકોને વિશ્વાસ નહોતો કે અભિનેત્રીએ અચાનક લગ્ન કરી લીધા.

બંનેની જોડીને લઈને ઘણા લોકો આશ્ચર્યમાં પણ મૂકાઇ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની મુલાકાત ‘વિદિયુમ વરઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી. તમને જણાવી દઈએ કે મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

જણાવી દઇએ કે, મહાલક્ષ્મીએ તમિલ ફિલ્મ ‘મુન્નારીવન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ રવિંદર ચંદ્રશેખરે જ પ્રોડ્યુસ કરી હતી.મહાલક્ષ્મીએ વર્ષ 2000માં સન મ્યુઝિક ચેનલ પર એક હોસ્ટના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને પ્રશંસકો વચ્ચે પોતાની એક ઓળખ બનાવી. અભિનેત્રીએ કેટલીક ધારાવાહિકમાં પણ કામ કર્યુ છે. કરિયર વચ્ચે મહાલક્ષ્મીએ અનિલ નેરેદિમિલ્લી સાથે લગ્ન કર્યા હતા,જે પહેલાથી જ પરણિત હતોઅને આ લગ્નથી અભિનેત્રીને એક બાળક પણ હતુ. ત્યારે સાઉથની મશહૂર સીરિયલ અભિનેત્રી જય શ્રીએ મહાલક્ષ્મી પર ગંભીર આરોપ લગાવ્યા હતા

જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેના પતિ અભિનેતા ઇશ્વર અને મહાલક્ષ્મી વચ્ચે સંબંધ છે. જો કે, બાદમાં મહાલક્ષ્મીએ જય શ્રીએ ખંડન કર્યુ અને જણાવ્યુ કે જયશ્રી અનિલ સાથે સાથે પોતાની સમસ્યા ઊભી કરી રહી છે. આ રીતે અભિનેત્રીની પર્સનલ લાઇફમાં ઘણી ઉલજનો હતી જેને સરળતાથી સુલજાવી શકાય તેમ નહોતુ.અભિનેત્રીના આવા મુશ્કેલ હાલાતોમાં નિર્માતા રવિન્દ્રએ તેની ઘણી મદદ કરી જેનાથી તે તેની સમસ્યાઓમાંથી બહાર આવી શકી અને તેની સાથે લગ્ન કરી તેણે નવું જીવન શરૂ કરી દીધુ.

મહાલક્ષ્મી અને રવિન્દ્રની વચ્ચેના ઉંમરના તફાવતની ઘણી ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ હતી. મહાલક્ષ્મીનો જન્મ 21 માર્ચ 1990ના રોજ થયો હતો અને તે 32 વર્ષની છે. જ્યારે રવિન્દ્ર ચંદ્રશેખરનનો જન્મ 1 જૂન 1970ના રોજ થયો હતો અને તેની ઉંમર 52 વર્ષની છે. આ રીતે બંને વચ્ચે 20 વર્ષનો તફાવત છે. જો કે પ્રેમમાં કોઈ ઉંમરની મર્યાદા હોતી નથી, ન તો જન્મનું કોઈ બંધન હોય છે.

Live 247 Media

disabled