ભૂલથી પણ પરિવાર સાથે ના જોતા આ 5 વેબ સીરીઝ, એકસ્ટ્રા મેરિટલ અફેર અને ઘાપઘાપન ગંદા સીન્સનો લગાવવામાં આવ્યો છે તડકો - Chel Chabilo Gujrati

ભૂલથી પણ પરિવાર સાથે ના જોતા આ 5 વેબ સીરીઝ, એકસ્ટ્રા મેરિટલ અફેર અને ઘાપઘાપન ગંદા સીન્સનો લગાવવામાં આવ્યો છે તડકો

OTTની દુનિયા બોલ્ડ અને શૃંગારિક સામગ્રીથી ભરેલી છે. સામાન્ય રીતે દર્શકો સિનેમાના મોટા પડદા પર બોલ્ડ કન્ટેન્ટ જોવા માટે અચકાતા હોય છે. આવી સ્થિતિમાં OTT એક સારો વિકલ્પ છે. આ પ્લેટફોર્મ પર, તમે ગમે ત્યારે ઘરે બેઠા તમારી પસંદગીની સામગ્રી જોઈ શકો છો. આવો જ એક બોલ્ડ વિષય છે એક્સ્ટ્રા મેરિટલ અફેર. જો કે બોલીવુડમાં એક્સ્ટ્રા મેરીટલ પર ઘણી ફિલ્મો છે, પરંતુ OTT પર આ મુદ્દાને ખૂબ જ કામુક રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મો અને વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ, થ્રિલર્સ અને સસ્પેન્સનું કોકટેલ દર્શકોને પીરસવામાં આવે છે. OTT પર હાજર આ શૈલીની એક કરતાં વધુ બોલ્ડ વેબ સિરીઝની સૂચિ અહીં જુઓ.

1.માયા: સ્લેવ ઓફ હર ડિઝાયર્સ : વિક્રમ ભટ્ટની આ સીરીઝમાં શમા સિકંદર, વિપુલ ગુપ્તા અને વીર આર્યન મુખ્ય ભૂમિકામાં છે. તેને ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની હિન્દી રિમેક પણ કહેવામાં આવે છે. આ સીરીઝ એક પરિણીત મહિલાની કહાની પર આધારિત છે જે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે અન્ય પરણીત પુરુષ સાથે અફેર રાખવાથી દૂર રહી શકતી નથી. શમા સિકંદરે આ સીરીઝમાં જોરદાર ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે.

2.બેવફા સી વફા : ઓલ્ટ બાલાજીની બેવફા સી વફા સીરીઝમાં સમીર સોની, અદિતિ વાસુદેવ, દિપન્નીતા શર્મા અટવાલ, યુધિષ્ઠિર મુખ્ય ભૂમિકામાં છે. આ સીરીઝ એક પરણિત પુરુષ અને એક સ્ત્રી વચ્ચેના લગ્નેત્તર સંબંધની એટલે કે એકસ્ટ્રા મેરિટલ અફેરની કહાની છે. આ સિરીઝમાં કિસિંગ સીન અને સ્કિન શોનો ખૂૂબ તડકો લગાવવામાં આવ્યો છે. પરિવાર કે બાળકો સાથે આ સિરીઝ જોવાની ભૂલ કયારેય પણ ન કરતા.

3.સ્પોટલાઇટ : તમે વિક્રમ ભટ્ટની આ વેબ સીરીઝ એકલા અથવા તમારા પાર્ટનર સાથે જોઈ શકો છો, નહિ તો તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવશો. આ સિરીઝમાં ત્રિધા ચૌધરી, સિદ મક્કર અને આરિફ ઝકરિયા મુખ્ય ભૂમિકામાં છે. આ સીરીઝમાં એક નાના શહેરની છોકરીની બોલિવૂડ અભિનેત્રી બનવાની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મને વાસ્તવિક બનાવવા માટે જોરદાર બોલ્ડ સીન રાખવામાં આવ્યા છે.

4.ઇટ્સ નોટ ધેટ સિમ્પલ : સ્વરા ભાસ્કર સાથેની આ સીરીઝમાં કરણવીર મહેરા, અક્ષય ઓબેરોય અને વિવાન ભટેના મુખ્ય ભૂમિકામાં છે. આ સીરીઝ એક શહેરી ગૃહિણીની આસપાસ ફરે છે જે તેના લગ્નથી ખુશ નથી. આવી સ્થિતિમાં, તે એક શાળાના મિત્ર સાથે પ્રેમ સંબંધ શરૂ કરે છે.

5.ટ્વિસ્ટેડ : વિક્રમ ભટ્ટની આ સીરીઝ મર્યાદા કરતા વધુ બોલ્ડ છે. આ સીરીઝમાં નમિત ખન્ના અને નિયા શર્મા લીડ રોલમાં છે. આ એક સસ્પેન્સ થ્રિલર છે જેમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. આ એક પરિણીત પુરુષની વાર્તા છે જેનું એક મોડેલ સાથે અફેર છે.

Live 247 Media

disabled