ત્રણ ત્રણ બાળકોની માતા હોવા છતાં ખુબ જ બોલ્ડ ફિગર છે આ અભિનેત્રીનું, પોતાની જાતને રાખી છે ખુબ જ ફિટ
ત્રણ-ત્રણ બાળકો પેદા કર્યા તો પણ ટનાટન લાગે છે આ હીરોઈનનું ફિગર! બિકીની પહેરવાની ઘણી શોખીન છે જોઈ લેજો નિરાંતે
બાળકને જન્મ આપ્યા પછી, સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે અને આ ફેરફારોને કારણે, સ્ત્રીઓ માટે તેમના જૂના સ્વરૂપમાં પાછા ફરવું થોડું મુશ્કેલ છે. પરંતુ તમામ જૂની માન્યતાઓને તોડીને બોલિવૂડની આ અભિનેત્રીએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેની ફિટનેસ જોઈને તમે પણ ચોંકી જશો.
લિસા હેડન આત્મવિશ્વાસુ મોડલ તેમજ બોલિવૂડ અભિનેત્રી છે. ઉપરાંત તે તેની ફિટનેસ માટે પણ ખૂબ લોકપ્રિય છે. પ્રેગ્નન્સી પછી પણ તેણે પોતાના શરીરને ખૂબ જ સારી રીતે શેપમાં લાવી દીધું છે. લિસા હેડને પ્રેગ્નન્સીના માત્ર બે મહિનાની પછી પોતાનું શરીર પહેલા જેવું જ બનાવી લીધું હતું.
લિસા હેડને ફિલ્મ ‘આઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘રાસ્કલ્સ’, ‘ક્વીન’, ‘ધ શોકિન્સ’, ‘સંતા બંતા’ અને ‘હાઉસફુલ 3’માં કામ કરેલું છે. લિસા છેલ્લે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળી હતી. લીસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને અવાર નવાર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
લિસાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ લગ્ન બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. તે તેના પતિ અને બાળકો સાથે જીવનનો આનંદ માણી રહી છે. લિસા તેની તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. લિસાના સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ ફેન્સ છે, જેઓ લિસાની દરેક એક્ટિવિટી પર નજર રાખતા હોય છે.
લિસા પોતાની બોડીને શેપમાં રાખવા માટે નાની ઉંમરથી જ વર્કઆઉટ કરી રહી છે. લિસાને જીમમાં જવાનું અને વેઈટ ટ્રેનિંગ કરવાનું બિલકુલ પસંદ નથી તેથી તે પોતાની જાતને ફિટ રાખવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને યોગા કરે છે. આ સિવાય તે ફિટ રહેવા માટે ભરતનાટ્યમ ડાન્સ પણ કરે છે.
View this post on Instagram
લિસાનો જન્મ 17 જૂન, 1986ના રોજ ચેન્નાઈમાં થયો હતો. લિસા હેડન મહિલાઓ માટે એક ઉદાહરણ છે. માતા બન્યા બાદ પણ તેણે પોતાની જાતને એટલી જ ફીટ રાખી છે. લિસા પોતાના ફિગરને જાળવી રાખવા માટે ઘણી મહેનત કરે છે. મોટાભાગની મહિલાઓ તેની પ્રશંસક છે અને તેના જેવી ફિગર બનવવા માંગતી હોય છે.
View this post on Instagram
લિસા હેડને વર્ષ 2016માં બિઝનેસમેન ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી એટલે કે 2017માં તેના પુત્ર જેકનો જન્મ થયો હતો. જેક પછી લિસાએ તેના બીજા પુત્ર લીઓને જન્મ આપ્યો હતો. ફેબ્રુઆરી 2021માં લિસાએ તેની ત્રીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી ત્યારબાદ તેણે જૂન મહિનામાં તેની પુત્રી લારાને જન્મ આપ્યો. લારાના જન્મ પછી અભિનેત્રીએ તેની પુત્રીને દૂધ પીવડાવતો ફોટો પણ શેર કર્યો હતો.
View this post on Instagram