સમુદ્ર વચ્ચે લહેરાતી જોવા મળી આ અભિનેત્રી, 3 બાળકોની માતા હોવા છત્તાં બતાવ્યુ એવું પરફેક્ટ ફિગર કે ચાહકો બોલ્યા- હોટેસ્ટ મોમ ઓન અર્થ - Chel Chabilo Gujrati

સમુદ્ર વચ્ચે લહેરાતી જોવા મળી આ અભિનેત્રી, 3 બાળકોની માતા હોવા છત્તાં બતાવ્યુ એવું પરફેક્ટ ફિગર કે ચાહકો બોલ્યા- હોટેસ્ટ મોમ ઓન અર્થ

3 બાળકોની માતા છે આ અભિનેત્રી, બ્રા પહેરી બતાવી એવી બોડી કે કરીના-મલાઇકાનો છૂટ્યો પરસેવો

બોલિવુડ અભિનેત્રી લીઝા હેડન સતત પોતાની ત્રણ પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં રહી હતી. ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ લીઝા હેડને એકવાર ફરી પોતાનું જબરદસ્ત ટ્રાંસફોર્મેશન કરી લીધુ છે. લીઝાએ તેની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ડ્રોપ કરી છે, જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. લીઝા હેડનની તસવીરો જોયા બાદ યુઝર્સ તેના પ્રેગ્નેંસી ટ્રાંસફોર્મેશનને મલાઇકા અને કરીના સાથે કમ્પેર કરી રહ્યા છે. લીઝા હેડનની તસવીરોની વાત કરીએ તો, આ તસવીરોમાં અભિનેત્રી રાફ્ટિંગ કરતી જોવા મળે છે. આ સાથે લીઝાએ જે રીતે બ્લેક બિકીમાં તેની ટોન બોડીને ફ્લોન્ટ કરી છે તે ગજબ છે.

લીઝાની સુંદરતા પર જ બધાની નજર અટકી ગઇ છે. લીઝા હેડન ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ તેની એકથી વધુ તસવીરો શેર કરતી રહે છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર પ્રમોશનલ વીડિયો અથવા તસવીરો દ્વારા જ જોવા મળે છે. લીઝાની દરેક તસવીરમાં ફેન્સ તેના દિવાના થઇ જતા જોવા મળે છે.આ તસવીરોમાં લીઝા સમુદ્રના મોજાની વચ્ચે સર્ફિંગ કરતી જોવા મળે છે. અભિનેત્રીના પોસ્ટના કેપ્શન મુજબ, તે આ દિવસોમાં બાલી છે.

લીઝા હેડને ખૂબ જ ખાસ નોંધ સાથે તેની તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘બાલીમાં સર્ફ કરવામાં હંમેશા ડર લાગે છે. મોજાઓ ખૂબ મોટા અને ખૂબ જ વ્યાવસાયિક લાગે છે. બીજા દિવસે હું એક મોટા ફોમ બોર્ડ પર સર્ફિંગ કરી રહી હતી, જોકે ત્રણ વર્ષ સુધી ખુલ્લા સમુદ્રમાં આ રીતે સર્ફિંગ ન કર્યા પછી હું ડરી ગઇ. કારણ કે તે એક સંઘર્ષ જેવું લાગ્યું. તેણે આગળ લખ્યું, ‘પરંતુ મારા પતિ જેમ સાચું કહે છે, “બાલીમાં એક દિવસ પણ બગાડો નહીં.”

લીઝાની આ તસવીરો સો.મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરો પર ફેન્સ સહિત બોલિવૂડ સ્ટાર્સ પણ તેના કર્વી ફિગરના વખાણ કરી રહ્યા છે. તેની પોસ્ટ પર કમેન્ટ કરતા અભિનેત્રી પૂજા હેગડેએ લખ્યું, ‘મારો મતલબ… આ શરીર પણ શું છે? ચોક્કસપણે પૃથ્વી પરની સૌથી હોટ મમ્મી.’ તમને જણાવી દઈએ કે લીઝા હેડનનો સર્ફિંગનો શોખ નવો નથી. અભિનેત્રી આ પહેલા પણ ઘણી વખત સર્ફિંગની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

ફેશન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ લીઝાના ફિલ્મી કરિયરની શરૂઆત 2010માં ફિલ્મ ‘આઈશા’થી થઈ હતી. આ પછી તે ‘હાઉસફુલ 3’, ‘ધ શૌકીન્સ’, ‘ક્વીન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2016માં લીઝાએ બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કર્યા પહેલા લગભગ એક વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આ કપલને ત્રણ બાળકો છે, જેમાં બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ છે.

Live 247 Media

disabled