શું તમે પણ ફાટેલા દૂધના પાણીને ફેંકી દો છો? જાણી લો તેના ઉપયોગના 7 ફાયદાઓ, પછી ક્યારેય નહીં કરો ફેંકવાની ભૂલ

આપણા દેશની અંદર મોટાભાગના ઘરોની અંદર દૂધનો વપરાશ થાય છે, ઘણીવાર ઘરની અંદર દૂધ ફાટી જતું હોય છે ત્યારે તેમાંથી પાણી કાઢીને આપણે દહીં કે પનીર પણ બનાવી લેતા હોય છે, પરંતુ આ દરમિયાન આપણે એક મોટી ભૂલ કરીએ છીએ, તેનું પાણી ફેંકી દેવાની. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફાટેલા દૂધના એ પાણીના પણ ભરપૂર ફાયદાઓ છે.

ફાટેલા દૂધના આ પાણીના ઉપયોગ દ્વારા માંશપેશીઓમાં તાકાત વધે છે, રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. તેનાથી એચઆઇવી અને કેન્સર જેવા રોગોથી પણ બચી શકાય છે. આ ઉપરાંત બ્લડ પ્રેશર નિયમિત રાખવા અને હાર્ટ એટેક જેવી બીમારીઓથી પણ બચી શકાય છે. મોટાપાને ઘટાડવા અને પેટને ઠીક રાખવા માટે આ દૂધના પાણીનો તમે ઉપયોગ કરી શકો છો.  આ ઉપરાંત પણ બીજા કેટલાક ફાયદાઓ તમને જણાવીએ.

1.  ત્વચાને ખીલી ખીલી રાખવા માટે: દૂધ ફાટી ગયા બાદ તેમાં બચેલા પાણીને ઠંડુ કરીને તેનાથી મોઢું ધોવું જેથી તમારી ત્વચા મોલયામ બનશે. આ ઉપરાંત જો તમે બાથટબનો ઉપયોગ કરતા હોય તો ફાટેલા દૂધના પાણીના 1-2 કપ પાણીમાં ભેળવીને નાહવાથી પણ ચામડી મુલાયમ બને છે. આ પાણીની અંદર માઇક્રોબિયલ ગુણ હોય છે જે ચામડી અને માથાના પીએચપી યોગ્ય બનાવી રાખે છે.

2. કંડીશનર કરતા પણ વાળમાં છે ખુબ જ કારગર: વાળમાં શેમ્પુનો ઉપયોગ કરતા પહેલા ફાટેલા દૂધના પાણીથી વાળ ધોવા ત્યારબાદ શેમ્પુ કરવું અને ફરી એકવાર તે પાણી વાળમાં 10 મિનિટ સુધી લગાવી અને ગરમ પાણીથી વાળ ધોવા, જેના કારણે તમારા વાળ કંડીશનર કરતા પણ મુલાયમ બનશે. 3. જ્યૂસને બનાવશે પૌષ્ટિક: તમે જયારે પણ જ્યુસ બનાવો ત્યારે તેમાં ફાટેલા દૂધના પાણીને ભેળવવાથી તમારા શરીરમાં પૌષ્ટિકતા વધશે અને શરીરને પ્રોટીન પણ મળશે.

4. રોટલી બનશે પૌષ્ટિક અને નરમ: જયારે તમે રોટલીનો લોટ બાંધો ત્યારે પણ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણી ભેળવવાથી રોટલી નરમ અને પૌષ્ટિક બનશે. 5. શાકની ગ્રેવી પણ બનશે હેલ્દી: ફાટેલા દૂધના પાણીને તમે શાકની ગ્રેવીમાં પણ નાખી શકો છો. જેના કારણે શાકની ગ્રેવી પણ હેલ્દી બનશે. હેલ્થની સાથે તેનો ટેસ્ટ પણ બેસ્ટ આવશે.

6.  ભાત અને પાસ્તા બનવવામાં પણ ઉપયોગી: તમે ભાત બનાવતી વખતે જે પાણીનો ઉપયોગ કરો છો તેની અંદર જ થોડું ફાટેલા દૂધનું પણ પાણી ભેળવી દેવું. આ ઉરપટ પાસ્તા બનવાતી વખતે પણ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે લાભકારક રહેશે. 7. ફૂલછોડ માટે છે ફાયદાકારક: જો તમે ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ બીજી કોઈ રીતે ના કરી અને ફૂલછોડમાં કરો છો તો તે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ફૂલછોડમાં પાણી નાખવામાં આવે તો તેનો નિખાર જ કંઈક અલગ આવે છે.

 

disabled