લત્તા મંગેશકરના છેલ્લા 2 દિવસને યાદ કરતા ભાવુક થઇ ગઇ નર્સ, જણાવી તેમના અંતિમ 2 દિવસની ભયાનક હાલત - Chel Chabilo Gujrati

લત્તા મંગેશકરના છેલ્લા 2 દિવસને યાદ કરતા ભાવુક થઇ ગઇ નર્સ, જણાવી તેમના અંતિમ 2 દિવસની ભયાનક હાલત

સ્વર કોકિલા લત્તા મંગેશકરનું રવિવારના રોજ 92 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ. મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંં તેમની નર્સ રહેલી સારિકા દેવાનંદ ભીસે ધ ઇકોનોમિક ટાઇમ્સને ઇન્ટરવ્યુ આપ્યુ, જેમાં તેણે જણાવ્યુ કે લતાજીના નિધન પહેલાના બે દિવસ તેમની હાલત કેવી હતી. સારિકાએ ખુલાસો કર્યો કે તે બે દિવસ તેમના ખૂબ જ તકલીફ ભરેલા રહ્યા. નિમોનિયા અને કોરોના ઇન્ફેક્શન બાદ તેમના લંગ્સમાં બે પૈચેસ મળ્યા હતા. સારિકાએ કહ્યુ કે તે સમયે તે લતા દીદી સાથે હતી, જયારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેણે કહ્યુ- દીદીએ હંમેશા પોતાના પહેલા અમારા સ્ટાફ વિશે વિચાર્યુ. અમે તેમને પ્રેમ કરતા હતા અને હવે અમને તેમની કમી થઇ રહી છે.

નિમોનિયા અને કોરોનાને કારણે તેમના ફેફસામાં તકલીફ હતી. તે તેમનાથી ઉભરી ગયા પરંતુ ફરી વાયરસ સંક્રમણ અને નિમોનિયાના લક્ષણ દેખાયા. તેમનું ઓક્સીજન લેવલ પણ ઓછુ થઇ રહ્યુ હતુ અને તેમને બે વાર વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. સાથે જ તેણે એ પણ જણાવ્યુ કે લતા દીદી સાથે તે વર્ષ 2015થી હતી અને તેમના આશીર્વાદથી તેણે નર્સોનો એક બ્યુરો પણ ખોલ્યો હતો. સારિકાએ જણાવ્યુ કે લતા દીદીના હોસ્પિટલમાં દાખલ રહેવાના 29 દિવસ દરમિયાન તે તેમની દેખરેખ રાખી હતી.સારિકા અને તેના બ્યુરોના અન્ય સાથીદાર, અશ્વિની, ICUમાં હાજર રહેતી હતી જ્યારે તેના પરિવારના સભ્યો બહાર રાહ જોતા હતા.

સારિકાએ વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરો તેમને બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ શનિવારની બપોરથી તેમને પેશાબ નહતો થતો જેના કારણે તેમની કિડની પર અસર થઈ હતી. પછી તેમને બે વાર ડાયાલિસિસ પર મૂક્યા, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ ન મળ્યો અને પછી તેમણે સવારે 8.12 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.સારિકાએ લતાજીના જીવનના છેલ્લા બે દિવસોને ‘ભયાનક’ ગણાવ્યા. સારિકાએ કહ્યું કે તેને સૌથી મોટો અફસોસ એ છે કે તે હવે લતાજીને જોઈ શકશે નહીં.

આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે મારો પરિવાર તેમને પ્રેમ કરતો હતો. તેમના આશીર્વાદથી મેં નર્સ બ્યુરો ખોલ્યો. દીદી કહેતા હતા કે તેમનો ઉછેર કેવી રીતે થયો અને પિતાના નિધન પછી તેમણે કેવી રીતે તેના પરિવારનું ધ્યાન રાખ્યું. તેcણે એકવાર મને કહ્યું કે પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં સાઇકલ ચલાવતી વખતે પડી જતાં તેcની માતા કેવી રીતે પરેશાન થઈ ગઈ હતી.

Live 247 Media

disabled