બોલિવુડની હોટ અભિનેત્રીનો ખુલાસો, 'હું સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી, તેની જગ્યાએ હું...' - Chel Chabilo Gujrati

બોલિવુડની હોટ અભિનેત્રીનો ખુલાસો, ‘હું સેનેટરી પેડનો ઉપયોગ કરતી નથી, તેની જગ્યાએ હું…’

બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાએ હાલમાં એક સૌથી મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રી લારા દત્તાએ જણાવ્યું છે કે તે સેનિટરી પેડ્સ, આલ્કોહોલની બ્રાન્ડ્સ અને સિગારેટની જાહેરાત કરશે નહીં. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમે ક્યારેય કોઈ બ્રાન્ડને એન્ડોર્સ કરવાનો ઈન્કાર કર્યો છે. તેના પર લારા દત્તાએ જણાવ્યું હતું કે જો તે કોઈ પ્રોડક્ટનો ઉપયોગ જ કરતી નથી તો તે તેને હું સપોર્ટ પણ નથી કરતી.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “મારી પાસે ઘણી આલ્કોહોલ બ્રાન્ડ્સની જાહેરાતો માટે ઓફર મળી હતી. પરંતુ મેં સ્પષ્ટપણે જાહેરાત કરવાની ના પાડી દીધી હતી. એટલા માટે નહીં કે હું આલ્કોહોલનું સેવન નથી કરતી પરંતુ એટલા માટે કારણ કે મને લાગે છે કે જાહેરાતમાં દર્શાવેલ સામગ્રી ખરેખર મહત્વપૂર્ણ છે.

જ્યારે પણ મારી પાસે કોઈ જાહેરાત આવે છે, ત્યારે તે આઉટ ઓફ બોક્સ હોવી જોઈએ. હું સિગારેટની પણ જાહેરાત કરીશ નહીં. હાલના દિવસોમાં સેનિટરી પેડ્સની બ્રાન્ડે મારો સંપર્ક કર્યો હતો અને મેં તેમની પણ જાહેરાત કરવાની ના પાડી દીધી હતી કારણ કે હું સેનિટરી પેડ્સનો ઉપયોગ કરતી જ નથી.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મારું માનવું છું કે જ્યારે મેન્સ્ટ્રુઅલ કપ જેવા અન્ય ઓપ્શન બજારમાં ઉપલબ્ધ છે જે સેનિટરી પેડ્સ કરતાં ખુબ જ સારા છે તો હું ભવિષ્યમાં આ પ્રકારના ઉત્પાદનોને પ્રમોટ કરવા માંગુ છું.

ગત વર્ષે લારાએ બેલ બોટમમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ હિચકી અને હૂકઅપ સીરિઝમાં સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે વેબ શો કૌન બનેગા શિખરવતીમાં નજર આવી હતી.

અભિનેત્રી લારા દત્તાએ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી બધી જાહેરાતોમાં કામ કર્યું છે જેમાં ફૂડ ઓઈલ, ટૂથપેસ્ટ અને બાઇકનો પણ સમાવેશ થાય છે. 2000માં મિસ યુનિવર્સનો તાજ જીત્યા બાદ લારાએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ 2003માં અંદાજની સાથે ડેબ્યુ કર્યું હતું ત્યારબાદ મસ્તી, નો એન્ટ્રી, ભાગમ ભાગ, ઝૂમ બરાબર ઝૂમ, પાર્ટનર, હાઉસફુલ, ચલો દિલ્લી જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

Live 247 Media

disabled