30 વર્ષના કુંવારા હેન્ડસમ પુરુષ સાથે અફેર કર્યા પછી હવે 58 વર્ષના બુઢ્ઢા સાથે ચાલુ પડી ગઈ મિસ યુનિવર્સ, રોમેન્ટિક તસવીરો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. સુષ્મિતા સેન છેલ્લા કેટલાક સમયથી રોહમન શૉલ સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી. રોહમન સાથેના બ્રેકઅપ બાદ હવે સુષ્મિતા લલિત કુમાર મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ પોતે માહિતી આપી છે કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

લલિતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વીટમાં લલિતે સુષ્મિતાને ‘બેટર હાફ’ ગણાવતા એક સુંદર કેપ્શન લખ્યુ હતું, જેના પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. પહેલા ટ્વીટમાં લલિતે લખ્યું હતું કે, ‘પરિવાર સાથે માલદીવ, સારડિનિયા ટૂર પૂરી કરીને લંડન પરત.

મારી બેટર હાફ સુષ્મિતા સેન સાથે નવી શરૂઆત..છેવટે એક નવું જીવન. આજે હું ચંદ્ર પર છું. લલિતનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયું અને લોકોએ માની લીધું કે બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે આ ટ્વીટ બાદ લલિતે પોતાના ઓફિશિયલ ટ્વિટર પર અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે લગ્ન કર્યા નથી પરંતુ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

લલિત મોદીએ તેના આગામી ટ્વીટમાં સ્પષ્ટ કર્યું કે બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીએ લખ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે લગ્ન કર્યા નથી… માત્ર એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. એક દિવસ આવું પણ થશે.લલિત મોદી પહેલા સુષ્મિતા સેન રોહમન શોલને ડેટ કરતી હતી.

જોકે સુષ્મિતાએ થોડા મહિના પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. સુષ્મિતા અને રોહમનના બ્રેકઅપના કારણે ચાહકોના દિલ પણ તૂટી ગયા હતા. લલિત મોદી IPLના પ્રથમ અધ્યક્ષ છે અને લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ IPL કમિશનરનું પદ સંભાળતા હતા. તેણે ચેમ્પિયન્સ લીગ T20ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. લલિત મોદી લગભગ પાંચ વર્ષ સુધી BCCIના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેઓ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ પર પણ રહી ચૂક્યા છે.

After post

disabled