બિગબોસ 15ની વિનરનું આ અભિનેતા સાથે જોડાઇ ચૂક્યુ છે નામ, સુહાગરાતના સીનને લઇને આવી હતી ચર્ચામાં- જાણો કોણ છે તેજસ્વી પ્રકાશ - Chel Chabilo Gujrati

બિગબોસ 15ની વિનરનું આ અભિનેતા સાથે જોડાઇ ચૂક્યુ છે નામ, સુહાગરાતના સીનને લઇને આવી હતી ચર્ચામાં- જાણો કોણ છે તેજસ્વી પ્રકાશ

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ‘બિગ બોસ 15’ની ટ્રોફી જીતી લીધી છે. રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ની 10મી સીઝનમાં તેજસ્વીએ પોતાના ખતરનાક સ્ટંટથી લોકોનું દિલ જીતી લીધું છે. તેજસ્વી આ સિઝનની સૌથી મજબૂત સ્પર્ધકોમાંથી એક હતી અને તેણે પોતાની રમતથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે ટ્રોફી તેમજ 40 લાખની ઈનામી રકમ જીતી હતી. એટલું જ નહીં, તેજસ્વી ટીવીની નવી ‘નાગિન’ પણ બની ગઈ છે. ‘બિગ બોસ’માં આવ્યા બાદ તેજસ્વીને ટ્રિપલ ફાયદો મળ્યો.

એક, તેણે આ શોની 15મી સીઝન જીતી, બીજું તેને એકતા કપૂરની ‘નાગિન 6’માં નવા નાગિનનાં રોલમાં સાઈન કરવામાં આવી અને ત્રીજો ફાયદો એ કે તેને બિગ બોસના ઘરમાં જ જીવનનો પ્રેમ કરણ કુન્દ્રા પણ મળ્યો. તો ચાલો તમને જણાવીએ કે તેજસ્વી પ્રકાશ છે કોણ…તેજસ્વી પ્રકાશનો પરિવાર સંગીતની ખૂબ નજીક રહ્યો છે. તે સંગીત પરિવારમાંથી આવે છે પરંતુ વ્યવસાયે એન્જિનિયર છે. તેજસ્વીએ એક્ટિંગ માટે એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી હતી.

તેજસ્વી પ્રકાશે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી લીધી અને પછી એન્જિનિયરિંગ કારકિર્દી પૂર્ણ કર્યા પછી અભિનય તરફ વળી. તેજસ્વી પ્રકાશે 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.તેણે વર્ષ 2012માં ટીવી શો ‘2612’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ‘સંસ્કાર-ધરોહર અપનો કી’, ‘સ્વરાગિની-જોડે રિશ્તો કે સૂર’, ‘પહેરેદાર પિયા કી’ અને ‘સિલસિલા બદલતે રિશ્તો કા’ જેવા ટીવી શોમાં જોવા મળી છે.

જણાવી દઇએ કે, તેજસ્વીએ કેટલાક રિયાલીટી શોમાં પણ કામ કર્યુ છે. ‘ખતરોં કે ખિલાડી 10’ સિવાય તે ‘કિચન ચેમ્પિયન 5’, ‘કોમેડી નાઇટ્સ લાઇવ’, ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘કોમેડી નાઇટ્સ બચાવો’ જેવા શોમાં જોવા મળી હતી. જ્યારે ‘ખતરો કે ખિલાડી 10’ તેજસ્વી પ્રકાશના શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેનું નામ અભિનેતા શિવિન નારંગ સાથે જોડાયું હતું. શોમાં બંનેની બોન્ડિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર બંનેને #TeVin કહેવામાં આવી રહ્યા હતા.

જો કે, તેજસ્વી પ્રકાશે આ સંબંધ પર કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ચાહકોએ અમારી વચ્ચે કેવી મિત્રતા જોઈ. હા અમે સારા મિત્રો છીએ. તેનાથી આગળ કંઈ નથી. મારા મિત્રો પણ મને પૂછે છે કે શું હું તેને ડેટ કરી રહી છું. તો તમને કહી દઉં કે હું તેને ડેટ કરી રહી નથી. તેજસ્વી પ્રકાશ સીરિયલ પેહરેદાર પિયા કીમાં જોવા મળી હતી.

આ સીરિયલને લઈને ઘણો વિવાદ થયો હતો. તેજસ્વી પ્રકાશ ચાઈલ્ડ એક્ટર અફફાન ખાન સાથે જોવા મળી હતી. દર્શકોએ આ સિરિયલનો જોરદાર વિરોધ કર્યો હતો. શો પર વધી રહેલા વિવાદને જોઈને મેકર્સે તેને અચાનક બંધ કરી દીધો હતો.

Live 247 Media

disabled