હાર્ટ એટેક કે હત્યા? કેવી રીતે થયું મહાન સિંગારનું મૃત્યુ - થયો મોટો ખુલાસો - Chel Chabilo Gujrati

હાર્ટ એટેક કે હત્યા? કેવી રીતે થયું મહાન સિંગારનું મૃત્યુ – થયો મોટો ખુલાસો

પ્રસિદ્ધ બૉલીવુડ ગાયક એવા કૃષ્ણકુમાર કુન્નાથ, જેને કેકેના નામથી જાણવામાં આવે છે. માત્ર 35 વર્ષની ઉંમરે કલકતામાં હૃદયની હુમલો આવવાને લીધે તેનું નિધન થઇ ગયું છે. કલકતામાં એક સંગીત કાર્યક્રમના દરમિયાન કેકેની તબિયત ખરાબ થઇ ગઈ હતી જેના પછી તેને હોટેલ લાવવામાં આવ્યા અને  ત્યાં જ પડી ગયા,રાતના દસ વાગે તેને કલકતા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લઇ જવામાં આવ્યા હતા જ્યા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યા હતા. કેકેના નિધનથી સંગીત દુનિયાની સાથે સાથે બોલીવુડમાં પણ માતમ છવાઈ ગયો છે. કેકેના અચાનક થયેલા નિધન પર જાણે કે કોઈને વિશ્વાસ જ નથી આવી રહ્યો.

ડોક્ટરોએ કેકેની મોતને હૃદયના હુમલાનો મામલો જણાવ્યો છે. જો કે મૌતનું અસલ કારણ પોસ્ટમોર્ટમના પછી જ જાણવા મળશે. અહીં પોલીસે આ મામલામાં અસામાન્ય મૌતનો કેસ દર્જ કર્યો છે. પોલીસના આધારે કેકેના ચેહરા પર અને માથા પર ઇજાના નિશાનો હતા.હોટેલ સ્ટાફ અને કોન્સર્ટ આયોજકો સાથે પણ પોલીસ સવાલ જવાબ કરશે.

કેકેના પરિવારની મંજૂરી મેળવ્યા બાદ કેકેના શવને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી રહ્યો છે.એવામાં કેકેની પત્ની જ્યોતિ અને બાળકો કલકત્તા પહોંચી ચુક્યા છે. કલકતાની મુખ્યમંત્રી મમતા બનર્જીએ જ્યોતિ સાથે વાતચીત કરી છે. મમતાજીએ જ્યોતિને પોતાની સંવેદનાઓ અને કેકેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.કેકેના નિધન પર બૉલીવુડ કલાકારોને ખુબ મોટો આઘાત લાગ્યો છે અને તેઓ સોશિયલ  મીડિયા મારફતે કેકેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

કેકેના નિધનથી સલમાન ખાનને ખુબ ઊંડો આઘાત લાગ્યો છે.સલમાન ખાને પોતાના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મના ઓફિશિયલ ટ્વીટર પર કેકેની યાદમાં ખાસ પોસ્ટ શેર કરી છે.આ સિવાય ઇમરાન હાશ્મીએ પણ કેકેના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે,”એક એવો અવાજ અને ટેલેન્ટ, તેના જેવું બીજું કોઈ ન હતું.તેના ગાયેલા ગીતો પર કામ કરવું હંમેશા ખુબ જ સ્પેશિયલ હતું.કેકે તમે હંમેશા અમારા દિલમાં રહેશો અને તમારા ગીતો હંમેશા જીવિત રહેશે”.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે,”કેકે ભારતીય સંગીત જગતના સૌથી બહુમુખી ગાયકોમાંના એક હતા. તેના ભાવપૂર્ણ અવાજે અનેક યાદગાર ગીતો આપ્યા. કાલે રાતે તેના અચાનક થયેલા નિધનથી દુઃખી છું. દુનિયાભરમાં તેના પ્રશંસકો અને તેના પરિવાર પ્રતિ મારી સંવેદનાઓ”.

અભિનેતા કમલ હાસને પણ કેકેની મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને કેકેના પરિવાર પ્રતિ પોતાની સંવેદનાઓ મોકલી છે. કમલ હાસને ટ્વીટમાં કેકેના નિધનની ખબર સાંભળીને શોક્ડ થવાની વાત લખી છે.આ સિવાય દિયા મિર્જા, વિરાટ કોહલી, ચિરંજવી, શ્રેયા ઘોષાલ જેવા નામી લોકોએ પણ કેકેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

કલકતામાં સંગીત કાર્યક્રમના દરમિયાનની વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કેકે થોડા પરેશાન અને અસહજ દેખાઈ રહયા છે, અને તે વારંવાર પરસેવો લૂછી રહ્યા છે. બીજા એક વીડિયોમાં કેકેને ઉતાવળમાં લઇ જવામાં આવી રહ્યા છે, વીડિયોમાં અમુક લોકો તેને પકડીને લઇ જય રહ્યા છે.એવામાં એસએસકેએમ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ શરૂ થઇ ચૂક્યું છે, જેના બાદ જ નિધનનું સાચું કારણ સામે આવશે.

Uma Thakor

disabled