કીર્તિ પટેલ માર્કેટમાં લાવી નવો કમો, બાંકડા ઉપર બેસીને કીર્તિ સાથે કરવા લાગ્યો રોમાન્સ, જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

કીર્તિ પટેલ માર્કેટમાં લાવી નવો કમો, બાંકડા ઉપર બેસીને કીર્તિ સાથે કરવા લાગ્યો રોમાન્સ, જુઓ વીડિયો

કિર્તીદાન ગઢવીના કમા બાદ વિવાદિત કીર્તિ પટેલ પણ તેના માટે લઇ આવી રોમાન્ટિક કમો, વિડીઓમાં જુઓ કેવો કર્યો બંનેએ રોમાન્સ

કમાનુ નામ આજે સાંભળતા જ “રસિયો રૂપાળો” ગીત યાદ આવે અને કમાનો ચહેરો આંખો સામે આવીને ઉભો થઇ જાય. બહુ જ ઓછા સમયમાં કમાએ ખુબ જ મોટું નામ બનાવી લીધું છે અને આજે ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં કમાની ડિમાન્ડ જોવા મળી રહી છે. કમાણી લોકપ્રિયતા જ એવી છે કે તે કોઈપણ સ્થળે જાય તેને જોવા માટે લોન ટોળા ઉમટી પડતા હોય છે.

ત્યારે જ્યાં એક તરફ કિર્તીદાનના કમાની બોલબાલા ચારેય કોર છે ત્યારે સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ પણ કમાના એક ડુબ્લીકેટને લઈને માર્કેટમાં આવી છે અને કમા સાથેના વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેમાં કીર્તિ પટેલ અને આ ડુબ્લીકેટ કમાના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે.

કીર્તિ પટેલે કમા સાથેની ઘણી બધી રીલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં એક રીલની અંદર કમાને ગમતા અને લોકપ્રિય ગીત “રસિયો રૂપાળો” ઉપર પણ કીર્તિ અને ડુબ્લીકેટ કમો નાચતા જોવા મળી રહ્યા છે. તો કીર્તિ પટેલે આ વીડિયો શેર કરતા જ તેના ફોલોઅર્સને પૂછ્યું છે કે કેવો લાગ્યો કમો ?

અન્ય એક વીડિયોમાં કીર્તિ અને ડુબ્લીકેટ કમો બંને એક બેન્ચ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કમો કીર્તિ પટેલના ગાલ ઉપર કિસ કરતો પણ જોઈ શકાય છે. આ વીડિયોમાં કીર્તિએ “ભીગે હોઠ તેરે” ગીત મૂક્યું છે.  સાથે જ કેપશનમાં એમ પણ લખ્યું છે કે કમો ફૂલ મૂડમાં છે પણ.”

કોઠારીયાના કમાને આટલી લોકપ્રિયતા મળ્યા બાદ કમાના ઘણા ડુબ્લીકેટ પણ સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા જ કેનેડાના એક કાર્યક્રમ દરમિયાન ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ અમેરિકાના કમાને લઈને આવ્યા હતા. ત્યારે હવે કીર્તિ પટેલ પણ ડુબ્લીકેટ કમાને લઈને આવતા લોકો પણ હેરાન રહી ગયા છે. તેના વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Uma Thakor

disabled