સગાઈ તૂટ્યા બાદ કોકિલ કંઠી કિંજલ દવેનું જબરદસ્ત કમબેક, કેમેરા સામે ડાન્સ કરતા કરતા આપ્યા એવા એવા પોઝ કે લોકો બોલ્યા... "ગજબ.." જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

સગાઈ તૂટ્યા બાદ કોકિલ કંઠી કિંજલ દવેનું જબરદસ્ત કમબેક, કેમેરા સામે ડાન્સ કરતા કરતા આપ્યા એવા એવા પોઝ કે લોકો બોલ્યા… “ગજબ..” જુઓ વીડિયો

કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટ્યા બાદ ગાયિકાએ શેર કર્યો પોતાનો ડાન્સ વીડિયો, બતાવ્યો અનોખો અંદાજ… જુઓ

ગુજરાતની ખુબ જ લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ તેની સગાઈ તૂટવાને લઈને સતત ચર્ચામાં છે. પરંતુ કિંજલનું સોશિયલ મીડિયા જોતા એવું લાગી રહ્યું છે કે તેને પોતાના નોર્મલ જીવનમાં કમબેક કરી લીધું છે. તે અવાર નવાર તેના સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરતી રહે છે અને પોતાની ખુશી પણ બતાવતી જોવા મળે છે.

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં પવન સાથેની બધી જ તસવીરો ડીલીટ કરી નાખી છે, તો બીજી તરફ પવન જોશીએ પોતાનું એકાઉન્ટ પ્રાઇવેટ કરી નાખ્યું છે. જેના કારણે તેના એકાઉન્ટની કોઈ પોસ્ટ જોઈ શકાતી નથી. તો બીજી તરફ કિંજલ પણ રોજ અલગ અલગ આઉટ ફિટમાં શાનદાર તસવીરો પણ શેર કરતી જોવા મળે છે.

હાલમાં જ કિંજલે તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિંજલ દવેએ આ વીડિયોમાં બ્લુ રંગનો આઉટફિટ પહેર્યો છે અને આ દરમિયાન તે ડાન્સ કરતા કરતા કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

ત્યારે કિંજલ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવાની સાથે જ વાયરલ થઇ ગયો છે. આ વીડિયોને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટોની પણ ભરમાર કરતા જોવા મળી રહ્યા છે. કોઈ આ વીડિયોની નીચે અલગ અલગ શાયરી પોસ્ટ કરી રહ્યું છે તો કોઈ હાર્ટ ઈમોજી દ્વારા પણ પ્રતિસાદ આપી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈને આ વર્ષે જ પાંચ વર્ષ પૂર્ણ થવાના હતા. પરંતુ એ પહેલા જ બંનેની સગાઈ તૂટવાના સમાચાર આવ્યા અને તેનાથી તેના ચાહકોને પણ આઘાત લાગ્યો હતો. કારણે કિંજલ અને પવનની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હતા.

કિંજલ અને પવન તેમના સગાઈના દરેક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ ખુબ જ ધામધૂમથી કરતા હતા તો એકબીજાના જન્મ દિવસની ઉજવણી પણ ખુબ જ ખાસ રીતે કરતા. સાથે જ આ કપલ હંમેશા પ્રવાસો પર પણ સાથે જ જતું હતું. પરંતુ પવન જોશીની બહેને કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

પવન જોશી અને કિંજલ દવેની સગાઈ સાટા પધ્દતિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન જાગૃતિ જોશી સાથે નક્કી થઇ હતી. તો પવનની સગાઈ કિંજલ દવે સાથે. ત્યારે હાલ આ બાબતે પવન કે કિંજલ બંનેમાંથી કોઈએ કોઈ નિવેદન નથી આપ્યું. પરંતુ કિંજલના સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકાય છે કે તે કમબેક કરી ચુકી છે.

Uma Thakor

disabled