કિંજલ દવેનો ભાવિ ભરથાર પવન જોશી જીવે છે ખુબ જ લક્ઝુરિયસ લાઈફ, આલીશાન છે તેનું ઘર, જાણો શું કામ કરે છે ? - Chel Chabilo Gujrati

કિંજલ દવેનો ભાવિ ભરથાર પવન જોશી જીવે છે ખુબ જ લક્ઝુરિયસ લાઈફ, આલીશાન છે તેનું ઘર, જાણો શું કામ કરે છે ?

સૌથી મોટી સિંગર કિંજલ દવેના થનાર પતિ પવન જોશી રહે છે, આવા આલીશાન ઘરમાં જોઈ લો અંદરની તસવીરો

ગુજરાતીઓની લોક્પ્રોયા ગાયિકા કિંજલ દવેએ તેના “ચાર ચાર બંગળી” વાળા ગીતથી લોકોના દિલમાં એક મોટી જગ્યા બનાવી લીધી. કિંજલના ચાહકો આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. કિંજલ દવેના ગીતો જેટલા લોકપ્રિય છે અને ચાહકો તેના ગીતો સાંભળવા માટે ઉત્સાહિત થતા હોય છે. એટલા જ તેના અંગત જીવન વિશે પણ જાણવા ઉત્સાહિત હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવેની સગાઈ થઇ ગઈ છે. તેના ભાવિ પતિનું નામ પવન જોશી છે. કિંજલ અવાર નવાર પવન જોશી સાથેની તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. પવન જોશી સાથે તે નવરાત્રીમાં પણ સ્પોટ થાય છે અને ઘણા પ્રવાસન સ્થળો ઉપર પણ બંને સાથે જતા હોય છે અને ત્યાંથી તસવીરો અને વીડિયો પણ શેર કરતા હોય છે.

કિંજલ દવેના જીવન વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ પવન જોશીના જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કિંજલ દવેનો મંગેતર પવન જોશી કેવું જીવન જીવે છે અને શું કામ કરે છે. પવન જોશી કિંજલનો બાળપણનો મિત્ર છે અને તેના પિતાનું નામ મનીષ જોશી છે.

પવન જોશી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.  તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે.  પવન જોશીનું ઘર પણ ખુબ જ આલીશાન છે. તે તેના સોશિયલ મીડિયામાં પોતાના ઘરની તસવીરો પણ ઘણીવાર શેર કરતો જોવા મળે છે.

પવન જોશી તેના પિતાના બિઝનેસના કારણે વર્ષો બેંગલુરૂમાં રહ્યો હતો, પરંતુ હાલ તે અમદાવાદમાં રહે છે. પવન જોશીનો પરિવાર વધુ લાઇમ  લાઇટમાં નથી આવતો.  પવન જોશીને પણ લોકો કિંજલ દવે સાથેની સગાઈ બાદ જ વધુ ઓળખતા થયા હતા.

પવન જોશી ત્યારે પણ ચર્ચામાં આવ્યો હતો જયારે તેને પોટલું નવું ઘર ખરીદ્યુ હતું. જેની પૂજામાં કિંજલ દવે તેના પરિવાર સાથે આવી હતી. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. આ તસ્વીરોમાં પવન જોશીનું આલીશાન ઘર જોવા મળી રહ્યું હતું.

તો ચાહકોને કિંજલ દવે અને પવન જોશીનો જોડી પણ ખુબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયામાં તેમની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે. ચાહકો પણ હવે રાહ જોઈ રહ્યા છે કે જલ્દી જ પવન જોશી અને કિંજલ દવે લગ્નના બંધનમાં બંધાઈ જાય !

Uma Thakor

disabled