પવન જોશી પછી ક્યૂટ કિંજલ દવેની લાઈફમાં બીજું કોઈ આવી ગયું? રૂપ રૂપનો અંબાર કિંજલ દવેએ સેલિબ્રેટ કર્યો આ ખાસ વ્યક્તિનો જન્મદિવસ…જુઓ જલ્દી - Chel Chabilo Gujrati

પવન જોશી પછી ક્યૂટ કિંજલ દવેની લાઈફમાં બીજું કોઈ આવી ગયું? રૂપ રૂપનો અંબાર કિંજલ દવેએ સેલિબ્રેટ કર્યો આ ખાસ વ્યક્તિનો જન્મદિવસ…જુઓ જલ્દી

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા અને કોકિલકંઠી કિંજલ દવે થોડા સમય પહેલા તેની સગાઈ તૂટવાના કારણે ચર્ચામાં હતી. કિંજલ દવેની સગાઇ પાંચેક વર્ષ પહેલા તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે સાટા પદ્ધતિ દ્વારા થઇ હતી. આ પદ્ધતિ અનુસાર કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન સાથે નક્કી થઇ હતી.

જો કે, પવન જોશીની બહેને બીજા કોઇ છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લેતા આકાશ અને પવનની બહેનની સગાઇ સાથે સાથે કિંજલ અને પવનની સગાઈ પણ તૂટી ગઇ છે. ત્યારે કિંજલ ધીમે ધીમે આ દુખમાંથી બહાર આવી રહી છે. જણાવી દઇએ કે, કિંજલ ગુજરાતમાં જ નહીં પણ દેશ-વિદેશોમાં પણ મોટુ નામ ધરાવે છે અને તેના કાર્યક્રમોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે.

ત્યારે થોડા સમય પહેલા જ કિંજલ દવેએ તેના મિત્ર વિશાલ પારેખનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી, જેમાં કિંજલ બ્લેક વનપીસમાં ઘણી જ સુંદર લાગી રહી હતી.

કિંજલ દવે એ વિશાલ પારેખના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા આવી હતી. વિશાલ ડી.ઓ.પી કોમેડિયન છે અને તેના જન્મદિવસ પર મોટી મોટી સેલિબ્રિટી જોવા મળી હતી. ત્યારે તેની સાથે કિંજલ દવે પણ જોવા મળી હતી.

Live 247 Media

disabled