પોતાના જન્મ દિવસે કિંજલ દવેએ વહાવ્યો દાનનો ધોધ, ગાય માતા માટે ખર્ચી નાખ્યા લાખો રૂપિયા, જાણીને તમે પણ સલામ કરશો - Chel Chabilo Gujrati

પોતાના જન્મ દિવસે કિંજલ દવેએ વહાવ્યો દાનનો ધોધ, ગાય માતા માટે ખર્ચી નાખ્યા લાખો રૂપિયા, જાણીને તમે પણ સલામ કરશો

લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે  કોઈ ઓળખાણની આજે મોહતાજ નથી. તેને પોતાના સુરીલા અવાજથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તેના ગીતો પર મન મૂકીને ઝુમતા હોય છે અને તેના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, દેશભ વિદેશમાં કિંજલ દવેના કાર્યક્રમોની ધૂમ મચતી હોય છે.

ત્યારે ગઈકાલે કિંજલ દવેનો જન્મ દિવસ હતો અને તેના ચાહકોને તેને ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી હતી. કિંજલ દવેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે, તેને એકલા ઇન્સ્ટાગ્રામ પર જ 27 લાખ કરતા વધુ લોકો ફોલો કરે છે, કિંજલ પણ તેના સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહે છે એન તેની તસવીરો તેમજ વીડિયો પણ શેર કરતી રહે છે.

જેના કારણે ચાહકોએ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે પોતાની સ્ટોરીમાં તેની તસવીરો શેર કરી અને મેંશન કરી હતી. કિંજલ દવેએ પણ ઘણા બધા ચાહકોની સ્ટોરીને રી શેર પણ કરી રહી છે અને સૌનો  આભાર પણ માની રહી રહી છે. ત્યારે ઘણા બધા ચાહકો એ જાણવા માટે પણ આતુર છે કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે શું કામ કર્યું હતું.

તો તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ પોતાના જન્મ દિવસે દિલ જીતી લેનારું કામ કર્યું હતું. આ વર્ષે કિંજલ દવેએ સંકુલના બાળકોને ભોજન કરાવ્યું હતું. જેનો વીડિયો પણ મહીપત સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. જેમાં તે જણાવી રહ્યા છે કે કિંજલબેને સંકુલના બાળકો માટે શાનદાર જમવાની વ્યવસ્થા કરી હતી. સાથે જ બધા બાળકોએ પણ કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ સિવાય કિંજલ દવેએ લાખો રૂપિયાના દાનનો ધોધ પણ વહાવ્યો હતો.  કિંજલે હરિઓમ ગૌ શાળા અનાવાડા પાટણમાં 24માં જન્મ દિવસે 24 ગાયોને 1 વર્ષ માટે દત્તક લીધી છે અને તેના નિભાવ ખર્ચ માટે કિંજલ દવેએ 1,71,000/- રૂપિયાનું પણ દાન આપ્યું છે.કિંજલના આ કાર્યના લોકો ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Medal (@medaltheofficial)

આ ઉપરાંત કિંજલ દવેએ સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ, ભેસાણામાં પણ 1 લાખ 24 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. કિંજલ દવે તેના જન્મ દિવસે જ યોજાયેલા “મેડલ” ફિલ્મના પ્રીમિયરમાં પણ ઉપસ્થિત રહી હતી, અને ફિલ્મના પ્રીમિયરમાં જ તેના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેના પિતા લલિત દવે પણ હાજર હતા. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Uma Thakor

disabled