ભાવિ પતિ સાથે કિંજલ દવેનો શાનદાર અંદાજ, જન્મ દિવસની પાર્ટીમાં રોમેન્ટિક કપલ કરીને ડાન્સમાં લૂંટી વાહવાહી, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

ભાવિ પતિ સાથે કિંજલ દવેનો શાનદાર અંદાજ, જન્મ દિવસની પાર્ટીમાં રોમેન્ટિક કપલ કરીને ડાન્સમાં લૂંટી વાહવાહી, જુઓ તસવીરો

કિંજલે ભાવિ પતિ સાથે કર્યો આવો ડાન્સ અને પછી બન્યું આવું.. જુઓ ઉજવણીની તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ ગઈકાલે તેનો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો, આ દરમિયાન તેના પિતા લલિત દવે અને તેના ભાવિ પતિ પવન જોશીએ એક ખાસ સરપ્રાઈઝ પાર્ટી પણ આપી હતી, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી.

કિંજલના જન્મ દિવસની તસવીરોની પણ તેના ચાહકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ગઈકાલે કિંજલે તેની સ્ટોરીમાં કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી, જેને ચાહકોએ ખુબ જ પસંદ પણ કરી હતી, પરંતુ આજે કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં તસવીરોની વણઝાર લગાવી દીધી છે.

કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને સોશિયલ મીડિયા ઉપર તેના જન્મ દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો શેર થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ પોતાનો પ્રેમ લૂંટાવી રહ્યા છે.

કિંજલ દવેએ શેર કરેલી તસવીરોમાં તે તેના ભાવિ પતિ પવન જોશી સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં આ કપલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યું છે. પવન જોશીના હાથમાં હાથ પકડી અને કિંજલ ડાન્સના સ્ટેપ કરતી જોવા મળી રહી છે.

પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે ડાન્સ કરતી બે તસવીરો કિંજલે શેર કરી છે. આ બંને તસવીરો તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે, આ સાથે જ કિંજલ અને પવન જોશીનો પ્રેમ પણ તેમની આંખોમાંથી સ્પષ્ટ નીતરતો જોવા મળી રહ્યો છે.

કિંજલના જન્મ દિવસની પાર્ટીમાં ગુજરાતના બીજા એક લોક ગાયિકા ઉર્વશીબેન રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ તેમની સાથે પણ ડાન્સ કર્યો હતો, અને બંને ખડખડાટ હસતા પણ જોવા મળ્યા હતા. જેની તસવીરો પણ કિંજલે શેર કરી છે.

તો કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે, આ ઉપરાંત તેની પાર્ટીની અંદર જોવા મળતો વૈભવ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કિંજલના જન્મ દિવસે બે કેક લાવવામાં આવી હતી, જેમાં એક કેક ઉપર કિંજલ અને બીજી કેક ઉપર હેપી બર્થ ડે લખેલું હતું. કિંજલે આ બંને કેકની તસવીરો પણ તેના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

કિંજલે તેના પરિવાર સાથેની પણ એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના મમ્મી પપ્પા આને ભાઈ સાથે જોવા મળી રહી છે. કિંજલ દવે તેના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે, તેના અમેરિકા પ્રવાસમાં તેના પિતા લલિત દવે તેની સાથે રહ્યા હતા તો તેના ઘરે પરત ફરવા ઉપર તેની માતાએ તેનું શાનદાર સ્વાગત પણ કર્યું હતું.

કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેનો પ્રેમ પણ ચાહકોથી છૂપો નથી. બંને ભાઈ બહેન એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે. ટાયરે કિંજલે તેના ભાઈ સાથેની પણ તસવીર શેર કરી છે, જેમાં તે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તમામ તસ્વીરોમાં કિંજલના ચહેરા ઉપર એક ખાસ ખુશી જોવા મળી રહી છે, તેનો હસતો ચેહરો પણ ઘણું બધું કહી આપે છે. તેના જન્મ દિવસે આ ખાસ સરપ્રાઈઝ પાર્ટીના આયોજનથી તે ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

Uma Thakor

disabled