આ ખરેખર કિંજલ દવે છે, વિદેશમાં મચાવી રહી છે ધૂમ, જોરદાર ડાન્સ કરતી દેખાઈ, વીડિયો વાયરલ - Chel Chabilo Gujrati

આ ખરેખર કિંજલ દવે છે, વિદેશમાં મચાવી રહી છે ધૂમ, જોરદાર ડાન્સ કરતી દેખાઈ, વીડિયો વાયરલ

કિંજલ દવે ગુજરાતી ગાયકીનું એક મોટું નામ બની ગઈ છે. તેઓ ચાહક વર્ગ ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેલાયેલો છે. તેના કર્યક્રમોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે. વિદેશમાં પણ કિંજલ દવેના પ્રોગ્રામમોં લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેના સુરત તાલના સથવારે ઝુમતા હોય છે.

કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જે એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયોને લોકો ખુબ જ પસંદ કરે છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં છે અને ઓસ્ટ્રેલિયામાં વસનારા ગુજરાતીઓને પોતાના સુમધુર અવાજથી તે ઝુમાવી રહી છે.

પરંતુ આ દરમિયાન કિંજલનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ઢોલના ધમકારે ઝૂમતી નજર આવી રહી છે. લોકોને પોતાના અવાજથી ઝુમાવનારી કિંજલ દવેને ઝુમતા જોવું તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો પણ તેને આ રીતે ઝુમતા જોઈને તેની વાહ વાહ કરતા થાકતા નથી.

આ વીડિયો પણ ઓસ્ટ્રેલિયાનો છે. જ્યાં એક કિંજલ દવે એક સ્ટેજ શો કરી રહી છે. સ્ટેજ ઉપરથી તે ત્યાં આવેલા લોકોને પોતાના ટાળે ઝુમાવી રહી છે, ત્યારે જ કિંજલ માઈકમાં “માર તો મેળે જાવું છે..” ગીત લલકારવા લાગે છે અને તે સમયે જ ઢોલી ઢોલ લઈને સ્ટેજ ઉપર આવી ચઢે છે.

ઢોલના અવાજથી કિંજલના પગ પણ થિરકવા લાગે અને પછી તો ગાતા ગતા જ એવા શાનદાર સ્ટેપ કરે છે કે લોકો પણ જોતા જ રહી જાય છે.  કિંજલ દવેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હવે ટૂંક સમયમાં જ નવરાત્રી આવવાની છે. ત્યારે ગુજરાતી ગાયકો પણ આ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે, કિંજલ દવે પણ આ વર્ષે ગરબામાં રમઝટ મચાવશે. થળોએ સમય પહેલા જ તે અમેરિકા પણ પહોંચી હતી અને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પણ પોતાના ટાળે ઝુમાવ્યા હતા.

Uma Thakor

disabled