સગાઈ તૂટી... દિલ તૂટ્યું.. અત્યાર સુધી ચૂપ હતી કિંજલ દવે... હવે સોશિયલ મીડિયામાં શેર કરી પોતાના દિલની વાત... જુઓ શું કહ્યું - Chel Chabilo Gujrati

સગાઈ તૂટી… દિલ તૂટ્યું.. અત્યાર સુધી ચૂપ હતી કિંજલ દવે… હવે સોશિયલ મીડિયામાં શેર કરી પોતાના દિલની વાત… જુઓ શું કહ્યું

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં એક વિષય ખુબ જ  ચર્ચાઈ રહ્યો છે અને એ વિષય છે કિંજલ દવેની સગાઈનું તૂટવું.. કિંજલ અને પવનની સગાઈને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. બંને એકબીજાની સાથે હંમેશા જોવા મળતા હતા. વિદેશ પ્રવાસમાં પણ બંને સાથે રહેતા અને અચાનક તેમના સંબંધોમાં આવેલું આ ભંગાણ ચાહકો માટે પણ આઘાત જનક હતું.

કિંજલ દવેએ પોતાની મહેનતથી પોતાનું આગવું નામ બનાવ્યું છે. બાળપણથી જ ગાવાનો શોખ ધરાવતી કિંજલ દવેને આજે લાખો લોકો ચાહે છે. તેના પર પ્રેમ વરસાવે છે. તેને ગીતોની આતુરતાથી રાહ જોતા હોય છે. તેના સોશિયલ મીડિયામાં પણ 27 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. કિંજલ દવે અત્યાર સુધી પોતાના અંગત જીવન વિશે પણ સોશિયલ મીડિયા દ્વારા ખુલીને વાત કરતી હતી.

પરંતુ જ્યારથી તેની સગાઈ તૂટી છે ત્યારથી તે ખામોશ જોવા મળી હતી. તેને આ દરમિયાન તેની તસવીરો સિવાય બીજું કઈ ખાસ પોસ્ટ કર્યું નહોતું. પરંતુ હાલમાં જ તેને પોતાની સ્ટોરીમાં એક તસવીર સાથે પોતાના દિલની વાત પણ શેર કરી છે. જેના પર ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કિંજલે હજુ સુધી આ સગાઈ તૂટવા વિશે કોઈ અધિકારીક નિવેદન નથી આપ્યું.

પરંતુ હાલ તેની સ્ટોરી પર તેને એક તસ્વીર શેર કરવાની સાથે અંદર હિન્દીની એક શાયરી લખી છે.  “સબકો મિલ જાયેગી મંજિલ યહ જરૂરી તો નહીં, જિંદગી રાહ-એ-સફર હે…તુમ યુ હી ચલતે રહેના.. ચીરાગો કી તરહ રાહ મેં જલતે રહેના.. હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના” ત્યારે હવે આ પોસ્ટ દ્વારા ચાહકો એમ સમજી રહ્યા છે કે કિંજલ પોતાની જાતને વધારે મક્કમ કરી રહી છે.

આ ઉપરાંત આજે સવારે કિંજલે તેની એક તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ ફીડમાં પોસ્ટ કરી હતી. જેને કેપશનમાં પણ  ખુબ જ સુંદર વાત લખી હતી. કિંજલે લખ્યું હતું, “જ્યાં જીવન તમારી રોપણી કરે છે, ત્યાં ઘાસની જેમ ખીલો. શુભ પ્રભાત”. આ તસવીર પર પણ હવે ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ચાહકોને પણ કિંજલનું આ કમબેક વધારે પસંદ આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશી બંને બાળપણના મિત્રો છે અને બંનેના પરિવાર દ્વારા સાટા પદ્ધતિથી કિંજલ અને પવનની સગાઈ કરી હતી. સામે કિંજલના ભાઈ આકાશ અને પવનની બહેનની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ પવન જોશીની બહેને કોઈ અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે.

Uma Thakor

disabled