સ્કૂટીના આગળના ભાગમાં સંતાઈને બેઠો હતો ખતરનાક કિંગ કોબ્રા સાપ, વીડિયો જોઈને તમારી આંખો પણ ફાટી ને ફાટી રહી જશે.. જુઓ - Chel Chabilo Gujrati

સ્કૂટીના આગળના ભાગમાં સંતાઈને બેઠો હતો ખતરનાક કિંગ કોબ્રા સાપ, વીડિયો જોઈને તમારી આંખો પણ ફાટી ને ફાટી રહી જશે.. જુઓ

એક્ટિવામાં છુપાઈને બેઠો હતો કિંગ કોબ્રા, જેવી જ તેના પર નજર પડી કે ફૂંફાડા મારતો… વીડિયો હચમચાવી દેશે

ચોમાસા અને શિયાળામાં ઘર અને કેટલીક એવી જગ્યાઓમાં સાપ અને ઝેરી જનાવર છુપાઈને બેઠા હોય છે કે આપણને પણ ખબર નથી હોતી. ઠંડીમાં ગરમાવો મેળવવા માટે સાપ જેવા પ્રાણીઓ જ્યાં જગ્યા મળે ત્યાં છુપાઈ જતા હોય છે. ઘણીવાર તો વાહનોમાં પણ સાપ છુપાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કિંગ કોબ્રા સાપ સ્કૂટીમાં છુપાઈને બેઠો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવક સ્કૂટીમાં સંતાઈને બેઠેલા સાપને હાથ વડે બહાર કાઢતો જોઈ શકાય છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે, કેટલાક લોકો સાપને મારવાનો રસ્તો શોધવા લાગે છે. પરંતુ આ વ્યક્તિએ ખૂબ જ આરામથી સ્કૂટીમાંથી સાપને બહાર કાઢ્યો અને હાથ વડે સાપને આગળ લઈ ગયો.

વીડિયોમાં વ્યક્તિ સ્કૂટીની અંદર બેઠેલા સાપને પકડવા માટે સ્ક્રુડ્રાઈવરની મદદ લે છે. આ ક્રમમાં, કિંગ કોબ્રા સ્કૂટીની અંદરથી માથું ઊંચું કરે છે. સાપને પણ સિસકારા કરતો જોઈ શકાય છે. લોકો આ સમગ્ર ઘટનાને દૂર દૂરથી પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યા હતા. આ ક્લિપ થોડા દિવસો પહેલા પોસ્ટ કરવામાં આવી હતી.  જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Avinash Yadav..! (@avinashyadav_26)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @avinashyadav_26 નામના યુઝરે  શેર કર્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો. કારણ કે આ વીડિયોમાં એવી ઘટના જોવા મળી રહી છે જે કોઈની પણ સાથે ઘટી શકે છે. તમે પણ જો સ્કૂટી કે કોઈ વાહન ચલાવતા હોય તો તમારે આ બાબતે ખુબ જ કાળજી રાખવી નહીં તો જોખમકારક બની શકે છે.

Uma Thakor

disabled