રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટથી ઇંસ્પાયર થઇ ખતરો કે ખિલાડી ફેમ એરિકા ઉઘાડી થઇ ગઈ, કશું જ પહેર્યું નથી જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટથી ઇંસ્પાયર થઇ ખતરો કે ખિલાડી ફેમ એરિકા ઉઘાડી થઇ ગઈ, કશું જ પહેર્યું નથી જુઓ તસવીરો

જ્યારથી બોલિવૂડ એક્ટર રણવીર સિંહે કપડા વગર ફોટોશૂટ કરાવ્યું છે ત્યારથી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. રણવીર સિંહના ફોટોશૂટને લઈને ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે રણવીર સિંહને કારણે ઘણા ફિલ્મથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સને તેમની બોલ્ડનેસ બતાવવાની હિંમત મળી છે. રણવીર સિંહ તેના ફોટોશૂટને કારણે હેડલાઈન્સ છોડવાનું નામ નથી લઈ રહ્યો. ચારેબાજુ માત્ર રણવીર અને તેની તસવીરોની જ ચર્ચા થઈ રહી છે. રાજકીય ચર્ચાઓથી લઈને ‘કોફી વિથ કરણ 7’સુધી રણવીરના ફોટાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આટલું જ નહીં બોલિવૂડના અલગ-અલગ સેલેબ્સે પણ આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. રણવીર પછી ઘણા સ્ટાર્સે તેમના કપડો વગરના ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે તેમણે સમાજની ટીકાના ડરથી પહેલા કરી ન હતી. તાજેતરમાં ખતરો કે ખિલાડી ફેમ એરિકા પૈકર્ડે પણ ટોપલે ફોટોશૂટ કરાવ્યું છે. એરિકા ‘ખતરો કે ખિલાડી 12’ની સ્પર્ધક રહી ચૂકી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ટોપલે જોવા મળી રહી છે. એરિકા ડેનિમ જીન્સ સાથે તેની બેકને ફ્લોન્ટ કરે છે. તેણે આઈલાઈનર અને મેકઅપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

તેણે આ લુક સાથે તેના વાળ પણ ખુલ્લા છોડી દીધા છે. એમાં કોઈ શંકા નથી કે આ લુકમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ ફોટો શેર કરતા એરિકા પૈકર્ડે રણવીર સિંહને કંપની આપવાની વાત કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, “અહીં હું રણવીરને કંપની આપી રહી છું, પરંતુ તમે મારા બમ્સને જોઈ શકતા નથી.” જ્યાં સેલિબ્રિટીઝ આ તસવીરો પર કોમેન્ટ કરીને એરિકાના વખાણ કરી રહ્યા છે ત્યારે તેના ટોપલે ફોટોશૂટ અને કોમેન્ટ્સ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.એરિકાને આ ફોટો પર સેલેબ્સ અને ચાહકો તરફથી રમૂજી પ્રતિક્રિયા મળી રહી છે.

એક યુઝરે લખ્યું, ‘તમે જે બર્ગર ખાઓ છો તે ક્યાં જાય છે?’ અભિનેત્રી રાધિકા પંડિતે કમેન્ટ કરી, ‘ઓહ મામાસીતા.’ એક યુઝરે મજાક કરતા લખ્યું, ‘આ પછીથી રાષ્ટ્રીય મુદ્દો બની જશે.’ બીજાએ પૂછ્યું, ‘રણવીર સિંહ ક્યાં છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તમારી પાસે કોઈ મેચ બેબ નથી.’ રણવીરના ફોટોશૂટ બાદ ટીવી એક્ટર નકુલ મહેતાએ પણ તેનો ફોટો શેર કર્યો હતો. પરંતુ વાસ્તવમાં નકુલે તેનું ફોટોશૂટ કરાવ્યું ન હતું. ઉલટાનું, તેણે મજા માણવા માટે રણવીરના ફોટા પર તેનો ચહેરો બનાવી શેર કર્યો હતો. આ જોઈને ચાહકો ખૂબ હસ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Erika packard ❤️ (@erikapackard)

બીજી તરફ રણવીર વિરુદ્ધ ‘મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ’ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.જણાવી દઇએ કે, એરિકા પૈકર્ડ દિવંગત બોલિવૂડ એક્ટર ગેવિન પેકાર્ડની પુત્રી છે. ગેવિને વિલન તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની ઓળખ બનાવી છે. જોકે, વર્ષ 2012માં તેમનું નિધન થયું હતું. ગેવિનને એરિકા અને કૈમિલી નામની બે પુત્રીઓ છે. કૈમિલી લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ એરિકા પોતાની બોલ્ડનેસના કારણે દરરોજ હેડલાઈન્સમાં આવે છે.

Live 247 Media

disabled