પતિ વિક્કી સાથે ઇન્દોરમાં કેટરીના કૈફ વીતાવી રહી છે ક્વોલિટી સમય, બેડરૂમની તસવીરો વાયરલ થતા જ ચોંકી ઉઠશો

બોલિવુડ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. બંનેએ 9 ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા હતા. લગ્ન બાદ વિક્કી કામ પર પરત ફરી ચૂક્યા છે ત્યારે આ દિવસોમાં તે ઇન્દોરમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. ઇન્દોરમાં વિક્કી સાથે ટાઇમ વીતાવવા માટે કેટરીના પણ ત્યાં ચાલી ગઇ છે. વિક્કી આ દિવસોમાં તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે ત્યાં તે કેટરીનાને પણ તેની સાથે લઇ ગયા છે. કેટરીનાએ હાલમાં જ તસવીર શેર કરી જણાવ્યુ છે કે તે પતિ વિક્કી કૌશલ સાથે ઇન્દોરમાં છે. આ તસવીરોમાં તે લાલ રંગના શર્ટમાં જોવા મળી રહી છે. તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા છે અને તે નો મેકઅપ લુકમાં પણ ઘણી જ ખૂબસુરત લાગી રહી છે.

રેડ ઓવરસાઇઝ શર્ટ પહેરી કેટરીનાએ હોટલના રૂમથી ખૂબસુરત તસવીરો શેર કરી લોકેશન જણાવ્યુ હતુ. તેણે કેપ્શનમાં લખ્યુ હતુ, ઇન્દોરમાં ઇન્ડોર્સ. કેટરીનાની આ સન્ડે સેલ્ફી જોઇ લોકો પણ આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે. ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ કેટરીનાની આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે. કેટરીનાની આ તસવીર પર કમેન્ટ કરતા નેહા ધૂપિયાએ લખ્યુ-કેપ્ટન કુલ, ત્યાં જ ડાયના પેન્ટીએ હાર્ટ ઇમોજી બનાવ્યુ છે. કેટરીનાના આ લુકને કોઇએ સ્ટનિંગ તો કોઇએ ગોર્જિયસ કમેન્ટ કરી છે.

કેટરિનાની ત્રીજી સેલ્ફી જોઈને એક યુઝરે કહ્યું, ‘તમે ત્રીજી તસવીરમાં વિક્કીને જોઈ રહ્યા હશો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઈંદોર પહેલાથી જ ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે અને હવે તમે તેને વધુ સારું બનાવી દીધું છે.’ કેટરીનાના શર્ટ પર એક યુઝરે કહ્યું, ‘શર્ટ વિક્કીની છે.’ આવી બીજી ઘણી કોમેન્ટ્સ હતી જેમાં કોઈએ કેટરિનાનું ઈન્દોરમાં સ્વાગત કર્યું છે તો કોઈએ કેટરિનાની સુંદરતાના વખાણ કર્યા છે. કેટરિના અને વિકીએ હાલમાં જ સાથે લોહરી સેલિબ્રેટ કરી હતી. વિકીએ તેની પત્નીને ગળે લગાવીને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ ઈન્દોરમાં જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, તેમાં સારા અલી ખાન પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા બંને શૂટિંગ કરતા પણ જોવા મળ્યા હતા. ત્યાં કેટરીના કૈફ લગ્નમાંથી બ્રેક લીધા બાદ હાલમાં રજાઓ માણી રહી છે. આ જ કારણ છે કે તે પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા ઈન્દોર પહોંચી હતી. થોડા દિવસો બાદ કેટરીના તેની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરશે. આ સિવાય તે સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3માં પણ જોવા મળશે.

કેટરિના કૈફ 10 ફેબ્રુઆરીથી મેરી ક્રિસમસના સેટ પર પરત ફરશે. ફિલ્મનું શૂટિંગ દક્ષિણ મુંબઈમાં શરૂ થશે અને અલગ-અલગ લોકેશન પર શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કરશે. આ ફિલ્મનું શૂટિંગ 60 દિવસમાં પૂર્ણ થશે. સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિજય સેતુપતિ આ ફિલ્મમાં કેટરિના સાથે સ્ક્રીન શેર કરશે. બંનેની સાથે આ પહેલી ફિલ્મ છે. તમને જણાવી દઈએ કે ક્રિસમસના અવસર પર કેટરીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ફિલ્મ વિશે માહિતી આપી હતી. તેણે લખ્યું – નવી શરૂઆત, ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે મેરી ક્રિસમસના સેટ પર પાછા.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

disabled