‘પ્રી વેડિંગ’ ફંક્શન માટે સફેદ સાડીમાં કેટરીના કૈફ પહોંચી વિક્કી કૌશલના ઘરે, શરુ થયા લગ્નના ફંક્શન
સલમાન ખાનની કેટરીનાને આ કોણ પટાવી ગયું? લગ્ન પહેલા જુઓ કેવી ખબુસુરત લાગી રહી છે કેટરીના
હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ જો કોઈ વાતની ચર્ચા થઈ રહી છે તો તે છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન. જ્યાં એક તરફ કેટરિનાએ પોતાની સુંદરતાથી બધાના દિલ જીતી લીધા છે તો બીજી તરફ વિક્કીએ પણ પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોનો વિશ્વાસ જીતી લીધો છે. હવે બંને જલ્દી જ એક થવા જઈ રહ્યા છે. તેમના લગ્નના સમાચાર દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યા છે.
બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિક્કી કૌશલના લગ્નમાં હવે થોડા દિવસો બાકી છે. આવી સ્થિતિમાં ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે. આ દરમ્યાન કેટરીના કૈફ પોતાના ઘરેથી નીકળીને વિક્કી કૌશલના ઘરે જવા માટે નીકળી હતી. કેટરીના કૈફ પણ પોતાના લગ્નને મીડિયાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કેટરીના આખો સમય મીડિયાની નજરથી બચી શકતી નથી.
હાલમાં પેપરાજીઓની નજર માત્ર વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પર જ છે. કેટરીના ઘરની બહાર નીકળતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહેલી કેટરિના કૈફ આજે સફેદ સાડીમાં જોવા મળી હતી જ્યાં તેને જોઈને બધાની નજર અભિનેત્રી પર ટકેલી હતી. વિક્કી કૌશલના ઘરે જવા માટે કેટરીના ખુબ જ સુંદર રીતે સજેલી બહાર આવી હતી.
આ દરમ્યાન કેટરિના કૈફ ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી હતી. કેટરીના તેના ભાવિ વરને મળવા માટે ખાસ તૈયાર થઈને ઘરની બહાર નીકળી હતી. કેટરિના શરારા સ્ટાઈલની સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. કેટરિના હંમેશા ભારતીય લુકમાં સૂટ કરે છે પરંતુ આ વખતે તેના ચહેરા પર અદ્ભુત ચમક છે.
લગ્ન પહેલા જ્યારે કેટરિના કૈફ સાડી પહેરીને વિક્કી કૌશલના ઘરે પહોંચી ત્યારે તેની સ્ટાઈલ જોવા જેવી હતી. કેટરિનાએ તેના લાંબા વાળને મધ્યમ પાર્ટિશનમાં ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીએ ઇયરિંગ્સ અને બંગડીઓ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો. કેટે હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. ઘરની બહાર કેટે મીડિયા સામે સ્મિત કર્યું અને ઘણા પોઝ આપ્યા.
કેટરિના વિક્કીના ઘરે એકલી નહોતી ગઈ પરંતુ તેની સાથે તેની માતા અને બહેન પણ હતી. અત્યાર સુધી લગ્ન સાથે જોડાયેલા ઘણા સમાચાર સામે આવ્યા છે પરંતુ કપલ તરફથી આધિકારિક નિવેદન બહાર આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે વિક્કી-કેટરિનાના લગ્નમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હશે સાથે જ તેમના લગ્નની તસવીરો એક ઈન્ટરનેશનલ મેગેઝિનમાં પબ્લિશ થશે.
હાલમાં જ કેટરિના-વિક્કીના લગ્નને લઈને સવાઈ માધોપુરના વહીવટી અધિકારીઓની બેઠક થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્નમાં લગભગ 120 લોકો હાજરી આપશે. મીડિયા રિપોર્ટ અનુસાર 9 નવેમ્બરના રોજ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન કરવા જઈ રહ્યા છે અને 6 ડિસેમ્બરે એટલે કે સોમવારના રોજ વર-કન્યા અને તેમનો પરિવાર કિલ્લા બરવાડા જવા રવાના થશે. 7 ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થઇ જશે. સંગીત અને મહેંદી 7 અને 8 ડિસેમ્બરે યોજાશે જ્યારે 9 ડિસેમ્બરે બંને લગ્ન કરશે.
View this post on Instagram