કેટરીના કૈફે ફરી એકવાર બિકિનીમાં તસવીરો શેર કરી વધાર્યો સોશિયલ મીડિયાનો પારો
વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ કામ પર પરત ફરી છે. આ દિવસોમાં તે માલદીવમાં એક બ્રાન્ડ માટે શૂટિંગ કરી રહી છે, જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર સતત શેર કરતી રહે છે. હવે કેટરીના કૈફે લેટેસ્ટ ફોટો શેર કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તસવીરોમાં તેની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.કેટરિના કૈફે ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બ્લૂ કલરની બિકી પહેરેલી જોવા મળી રહી છે. તેણે બિકી ઉપર પારદર્શક શ્રગ પહેર્યું છે. કેટરીનાએ કેમેરા સામે બોલ્ડ પોઝ આપીને ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.
View this post on Instagram
આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, સીઝ ધ ડે. આ તસવીરોને માત્ર 1 કલાકમાં 10 લાખથી વધુ લાઈક્સ મળી હતી. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરતા થાકતા નથી.થોડા દિવસો પહેલા કેટરીના પતિ વિકી કૌશલને મળવા માટે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ગઈ હતી, જ્યાં વિક્કી તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. કેટરીના અને વિક્કી કૌશલે લગ્ન પછીની પહેલી લોહરી ઈન્દોરમાં જ સેલિબ્રેટ કરી હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, કેટરીનાએ વિક્કી કૌશલ સાથે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ અને બંનેના પરિવારો સામેલ થયા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. આમાં તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. કેટરીના ફિલ્મ ‘ફોન ભૂત’નો પણ એક ભાગ છે જેમાં તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. આ સિવાય કેટરીના પાસે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની સુપરહીરો સિરીઝ છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
View this post on Instagram
બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેકતા વિક્કી કૌશલે જયારથી લગ્ન કર્યા છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કેટરીના અને વિક્કી બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરી ચાહકોને અપડેટ રાખે છે. બંને લગ્ન બાદથી ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી રહ્યા છે.
View this post on Instagram