ટૂંકા ટૂંકો ડ્રેસ પહેરીને આવેલી બોલીવુડની સંસ્કારી અભિનેત્રી સાથે ન થવાનું થઇ બેઠું, આ જોતા જ હીરોથી ન રહેવાયું જુઓ શું કરવા લાગ્યો
કાર્તિક આર્યન અને કિયારા અડવાનીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ થોડાક જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 2007માં આવેલી ભૂલ ભુલૈયાની સિક્કલ છે. ફિલ્મને લઈને કિયારા અને કાર્તિક અવાર નવાર પ્રમોશન કરી રહ્યા છે. તે દરેક શો અને ઇવેન્ટમાં નજર આવતા હોય છે. તેવામાં થોડા દિવસ પહેલા જ કિયારા અને કાર્તિક તેની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા ત્યારે કિયારા તેના ડ્રેસને લઈને અસહજ મહેસૂસ કરી રહી હતી જેના પછી આ પરિસ્થિતિમાં કાર્તિકે તેની મદદ કરી હતી.
કાર્તિક અને કિયારા સ્ટેજ પર મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હોય છે. આ દરમ્યાન બંનેને ઉઠવાનું થાય છે પરંતુ કિયારા તેના લાલ રંગના શોર્ટ ડ્રેસના કારણે ઉઠવામાં અસહજ મહેસૂસ કરી રહી હોય છે. ત્યારબાદ તે કાર્તિકને કંઈક કહેતી હોય છે અને કાર્તિક તરત ઉભો થઈને કિયારાની સામે ઉભો થઇ જતો હોય છે. ત્યારે અભિનેત્રી તેનો સહારો લઈને ઉભી થઇ જતી હોય છે અને તેનો ડ્રેસ સરખો કરતી હોય છે.
આ વિડીયો સામે આવ્યા બાદ કાર્તિકની જેન્ટલમેન સાઈડ જોઈ ચાહકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે અને સુશાંત સિંહ રાજપૂતને યાદ પણ કરી રહ્યા હતા. યાદ કરવા પાછળનું કારણ એ પણ છે કે ફિલ્મ ‘રાબતા’ના પ્રમોશન દરમ્યાન કૃતિ સેનન શોર્ટ ડ્રેસમાં હતી અને તે ડ્રેસના કારણે ઉઠવા માટે અસહજ મહેસૂસ કરી રહી હતી ત્યારે શુશાંત સિંહ રાજપૂતે તેની મદદ કરી હતી. ત્યારે સુશાંત કૃતિ સેનનની સામે ઉભા રહી ગયા હતા.
વાત કરીએ કિયારાના લુકની તો અભિનેત્રીએ લાલ કલરનું વન પીસ પહેર્યું હતું અને તેની સાથે અભિનેત્રીએ ઓવરકોટ પણ પહેરેલો હતો. મિનિમલ મેકઅપમાં અભિનેત્રી કહેર વરસાવી રહી હતી.
View this post on Instagram
કાર્તિકની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પુરી રીતે બદલાઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાની, તબ્બુ અને રાજપાલ યાદવ પણ નજર આવશે. થોડાક દિવસો પહેલા ફિલ્મનું ટ્રેઇલર રિલીઝ થયું હતું જે દર્શકોને ખુબ ગમ્યું હતું.