47 વર્ષની કરિશ્મા કપૂરે પહેલીવાર બિકિની પહેરી પુલમાં બતાવ્યુ ફિગર, પાણી-પાણી થવા લાગશો તમે હાલ જ - Chel Chabilo Gujrati

47 વર્ષની કરિશ્મા કપૂરે પહેલીવાર બિકિની પહેરી પુલમાં બતાવ્યુ ફિગર, પાણી-પાણી થવા લાગશો તમે હાલ જ

બલાની ખૂબસુરત કરિશ્મા કપૂર દેખાવની બાબતમાં કોઈથી ઓછી નથી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરે છે કે તેનાથી સનસનાટી ફેલાઇ જાય છે.ઉફ્ફ… કરિશ્મા કપૂરની શૈલી ખરેખર અદ્ભુત છે. કરિશ્મા કપૂર બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે, જેની સુંદરતા સમય અને ઉંમરની સાથે વધી રહી છે. સુંદરતાની વાત તો છોડો, કરિશ્માની સ્ટાઈલ વધુ બોલ્ડ બનતી જઇ રહી છે.

કરિશ્મા કપૂરે તેની પૂલમાંથી બહાર નીકળતી સમયની એક એવી હોટ તસવીર શેર કરી છે કે ફોટો જોતા ખૂબ વાયરલ થઈ ગયો. આ ફોટોમાં કરિશ્મા કપૂર પૂલમાં જોવા મળી રહી છે. એવું લાગે છે કે આ તસવીર માલદીવની છે. જો કે, અભિનેત્રીની આ તસવીર ક્યાંની છે. કરિશ્માએ પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો નથી. આ તસવીરમાં કરિશ્મા કપૂર કાળા રંગની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં કરિશ્મા કપૂરનો ચહેરો દેખાતો નથી. કારણ કે કરિશ્મા બેક સાઇડ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ ફોટો કરિશ્મા કપૂરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘ડે ડ્રીમિંગ.’ સેલેબ્સ આ તસવીર પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. અમૃતા અરોરાએ કેપ્શનમાં ફાયર ઇમોજી શેર કર્યું છે. મહિપ કપૂરે ફાયર ઇમોજી સાથે હાર્ટ ઇમોજી શેર કર્યું છે. અભિનેત્રી બ્લેક મોનોકિનીમાં તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. કરિશ્માના ફોટોના બેકગ્રાઉન્ડમાં સુંદર લોકેશન જોવા મળી રહ્યું છે.

જણાવી દઇએ કે, કરિશ્મા કપૂરે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર લાઈવ સેશન દરમિયાન લગ્નનો સંકેત આપ્યો હતો. થોડા દિવસો પહેલા કરિશ્માએ ઓનલાઈન ‘આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ દરમિયાન, અભિનેત્રીને તેના એક ચાહકે ખૂબ જ અંગત પ્રશ્ન પૂછ્યો હતો. ફેને સવાલ પૂછ્યો – શું તે ફરી લગ્ન કરશે? લગ્નના સવાલનો જવાબ આપતાં કરિશ્મા કપૂરે કન્ફ્યુઝ્ડ GIF શેર કરતાં લખ્યું કે ‘ડિપેન્ડ્સ’.

કરિશ્મા કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ગણતરી આજે પણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. કરિશ્મા છેલ્લે ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’માં જોવા મળી હતી.

Live 247 Media

disabled