મૌની રોય બાદ ટીવીની વધુ એક નાગિન બનવા જઇ રહી છે દુલ્હન, પીઠીની તસવીરો થઇ વાયરલ - Chel Chabilo Gujrati

મૌની રોય બાદ ટીવીની વધુ એક નાગિન બનવા જઇ રહી છે દુલ્હન, પીઠીની તસવીરો થઇ વાયરલ

ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અભિનેત્રી મૌની રોય બાદ હવે અભિનેત્રી કરિશ્મા તન્ના પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અભિનેત્રીની હલ્દીની તસવીરો હાલમાં સામે આવી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. કરિશ્મા તન્નાની લવ લાઈફ હંમેશા ઉદાસ રહી છે, પરંતુ હવે તેના જીવનમાં એક એવી વ્યક્તિ આવી છે જેની સાથે તે આખી જિંદગી વિતાવવા તૈયાર છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે.

જો કે તેમના દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ પછી, જ્યારે અહેવાલો આવ્યા કે કરિશ્મા ટૂંક સમયમાં લગ્ન કરશે, તો તેના પર પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. જો કે હવે અભિનેત્રીની તેના ભાવિ પતિ સાથેની તસવીરો સામે આવી છે. કરિશ્મા તન્નાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને તેને લગતી પ્રથમ તસવીરો હલ્દી સેરેમનીની સામે આવી છે.  કરિશ્મા હંમેશા તેની ફેશન પસંદગીઓ માટે જાણીતી છે, હલ્દી સેરેમની માટે આ અભિનેત્રીએ આ દિવસોમાં ટ્રેન્ડિંગ શરારા સેટ પસંદ કર્યો હતો.

અભિનેત્રીએ કલરફુલ કોમ્બિનેશનને બદલે સફેદ રંગને પ્રાધાન્ય આપ્યું હતું. કરિશ્મા તન્નાની સફેદ શરારા સુકૃતિ અને આકૃતિના લેબલ પરથી લેવામાં આવી હતી. આ બ્રાન્ડના ક્રિએટિવ હેડ સુકૃતિ ગ્રોવર અને આકૃતિ ગ્રોવર છે. સુકૃતિ અને આકૃતિની યાદીમાં ઘણા સેલિબ્રિટી ગ્રાહકો છે. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ અને સારા અલી ખાન લેબલના ડિઝાઈનર કપડામાં જોવા મળી છે.

આ અભિનેત્રી માટે શરારા અને કુર્તા ઓર્ગેનિક કોટનમાંથી બનાવવામાં આવ્યા હતા. કરિશ્મા તન્નાના સફેદ ફૂટવેર સેટ સાથે તેનો આઉટફિટ મેચ કર્યો હતો. કરિશ્મા તન્નાએ હલ્દી માટે ફૂલોની જ્વેલરી કેરી કરી હતી.અભિનેત્રીનો આ હલ્દી લુક ખરેખર સુંદર અને ક્યૂટ લાગતો હતો.

કરિશ્મા તન્ના વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં કરિશ્મા અને વરુણ તેમના લગ્નની વિધિઓ ખૂબ જ એન્જોય કરી રહ્યાં છે.કરિશ્મા તન્નાએ પોતાના અંગત જીવન વિશે બહુ ઓછી વાત કરી છે. આ કારણોસર, ચાહકો કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરા વિશે વધુ જાણતા નથી, પરંતુ ચાહકો એ જાણવા માંગે છે કે વરુણ બંગેરા કોણ છે ?

કરિશ્મા તન્ના ટીવીની દુનિયા સાથે સંબંધ ધરાવે છે પરંતુ વરુણ બંગેરા આ ઈન્ડસ્ટ્રીથી ઘણા દૂર રહે છે. વરુણ બંગેરા મુંબઈનો રહેવાસી છે અને તે એક બિઝનેસમેન છે. વરુણ વીબી ક્રોપ નામની કંપનીનો ડાયરેક્ટર છે. તે વર્ષ 2010થી આ પદ સંભાળી રહ્યા છે. વરુણ બંગેરા અલબત્ત મુંબઈનો છે પરંતુ તેણે કેનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

તેણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વરુણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી છે. વરુણ ફેસબુક પર પણ બહુ એક્ટિવ નથી.કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. મિત્રની એક પાર્ટીમાં બંનેની મુલાકાત થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

આ પછી બંનેએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો. કરિશ્મા અને વરુણે ગયા વર્ષે દુબઈમાં સગાઈ કરી હતી. આ ફંક્શન એકદમ ખાનગી રાખવામાં આવ્યું હતું.કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. બંને ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કોવિડને કારણે, કરિશ્મા અને વરુણના લગ્નમાં વધુ મહેમાનો હાજરી આપશે નહીં. એવું માનવામાં આવે છે કે લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. જો કે, કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા પણ તેમના લગ્નને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

થોડા જ કલાકોમાં કરિશ્મા તન્નાની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. તેના નજીકના મિત્રો અને ચાહકો આ તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. મૃણાલ ઠાકુર, સંજીદા શેખ, અસીમ રિયાઝ, આમિર અલી અને રોશની ચોપરા સહિત ઘણા સેલેબ્સે કરિશ્મા તન્નાને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ટેરેન્સ લુઈસની એક ટિપ્પણીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

ટેરેન્સ લુઈસે કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની હલ્દી સેરેમનીની તસવીરો પર હસતું ઇમોજી શેર કર્યુ છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘કેટી તને ખબર છે કે હું કેમ હસું છું?’ ટેરેન્સ લુઈસની આ કમેન્ટ પછી લોકો વિચારમાં પડી ગયા છે અને અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ કેમ હસ્યા.

Live 247 Media

disabled