ટીવીની ગ્લેમરસ બ્યુટી કરિશ્મા તન્નાના મિત્રોએ કેમેરા સામે કરી દીધી એવી હરકત કે…શરમાઇ ગઇ અભિનેત્રી

કરિશ્મા તન્નાની હાજરીમાં મિત્રોએ ઉઠાવ્યો અંધારાનો ફાયદો, કેમેરો જોઇ શરમાઇ ગઇ અભિનેત્રી

બોલિવૂડ હોય કે ટીવી ઈન્ડસ્ટ્રી, તેની સાથે જોડાયેલા લોકો ક્યારેક બોલ્ડનેસના અફેરમાં એવી હરકત કરે છે જે ખૂબ જ શરમજનક હોય છે. જો કે ક્યારેક ભૂલથી તો ક્યારેક પબ્લિસિટી માટે સેલેબ્સ બેશરમી પર ઉતરી આવે છે, આવું જ કંઈક ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાના મિત્રોએ ખુલ્લેઆમ કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અને તેના મિત્રો પર યુઝર્સ ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.

હાલમાં જ ટીવીની ગ્લેમરસ બ્યુટી કરિશ્મા તન્ના એક કેફેની બહાર જોવા મળી હતી. જ્યાં રાત્રે અભિનેત્રી તેના કેટલાક મિત્રો સાથે આવી હતી, ત્યારે કેમેરા તેને કેદ કરવા માટે પેપરાજીઓ આગળ આવ્યા હતા પરંતુ અહીં અભિનેત્રી  સાથે બહાર ઊભેલ એક કપલે કેમેરાની સામે એકબીજાને કિસ કરવાનું શરૂ કર્યું હતું.

આવી સ્થિતિમાં, અભિનેત્રી પણ હસવા લાગી અને શરમાઇ ગઇ હતી. જે બાદ તે કપલ ત્યાંથી રવાના થયું હતું. આ દરમિયાનનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આવા વીડિયો પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે તેમજ કરિશ્માને આવા મિત્રો ન બનાવવાની સલાહ આપી રહ્યા છે અને આ હરકતને કેટલાક પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના છેલ્લે સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી હતી તે એ સિઝનની વિનર રહી હતી. ત્યારથી તે પડદા પરથી ગાયબ છે પરંતુ તે તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે.

રીપોર્ટ્સ અનુસાર, કરિશ્મા હાલમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરાને ડેટ કરી રહી છે.જો કે તેણે આ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પોસ્ટ તેના તરફ ઈશારો કરે છે. તાજેતરમાં, તે તેના કથિત બોયફ્રેન્ડને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી, તેણે વરુણની એક તસવીર શેર કરી હતી જેમાં તેની પાછળની બાજુ જોવા મળી હતી પરંતુ અહીં વાતને ત્યારે હવા મળી જ્યારે કરિશ્માએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માત્ર હાર્ટ ઇમોજી બનાવી.

કરિશ્માના કરિયરની વાત કરીએ તો તેણે 2001માં લોકપ્રિય હિન્દી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’થી ડેબ્યૂ કર્યું હતું.આ પછી તે ટીવી શો સિવાય ‘ગ્રાન્ડ મસ્તી’ અને ‘સંજુ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. બોલિવૂડમાં સફળતા મળી નથી. તે છેલ્લે ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

disabled