એકવાર છૂટાછેડા પછી હવે કરિશ્મા કપૂર આ હેન્ડસમ સાથે બીજા લગ્ન કરી શકે છે, વરરાજાનું નામ જાણીને પહેલા પતિના હોશ ઉડી ગયા - Chel Chabilo Gujrati

એકવાર છૂટાછેડા પછી હવે કરિશ્મા કપૂર આ હેન્ડસમ સાથે બીજા લગ્ન કરી શકે છે, વરરાજાનું નામ જાણીને પહેલા પતિના હોશ ઉડી ગયા

વરરાજાનું નામ જાણીને પહેલા પતિના હોશ ઉડી ગયા

કપૂર પરિવારની કોઈ પણ ખબર મીડિયામાં આવતા જ ચર્ચાનો વિષય બની જાય છે. આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધને લઈને ચર્ચા થઇ રહી છે. તો હવે આ પરિવારની લાડકી પણ લગ્ન કરવા જઈ રહી હતી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

કરિશ્મા કપૂર તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એવા સંદીપ તોષનીવાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બન્ને ઘણી જગ્યા પર એકસાથે જોવા મળે છે. 90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂરના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

સંજય કપૂર સાથે લગ્ન કર્યા બાદ સંબંધમાં તિરાડ આવતા બંને અલગ થઇ ગયા હતા. લાંબા સમય સુધી સિંગલ રહ્યા બાદ તેના જીવનમાં દિલ્હીના એક બિઝનેસમેન સંદીપ તોષનીવાલ આવ્યા હતા. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

કરિશ્માની જેમ જ સંદીપ પણ પરિણીત હતો, તેની પહેલી પત્નીનું નામ અર્શિતા હતું. થોડા સમય પહેલા સંદીપે તેની પત્નીથી છૂટાછેડા લઇ લીધા હતા. સંદીપને 2 પુત્રીઓ પણ છે. સંદીપની પત્નીએ છૂટાછેડા લેતા પહેલા ભરણ-પોષણ પેટે 2 કરોડ રૂપિયા, દિલ્હીનું ઘર અને બંને પુત્રીઓના ભરણ-પોષણ પેટે 3-3 કરોડ લીધા હતા.

થોડા સમય પહેલા કરિશ્મા કપૂરના લગ્નની ચર્ચા થઇ રહી હતી. આ મુદ્દે રણધીર કપૂરે નિવેદન આપ્યું હતું કે, આ ખબરોમાં કોઈ સાતત્ય નથી. હું પણ ઇચ્છુ છું કે કરિશ્મા ફરી એક વાર લગ્ન કરી લે. પરંતુ તે હાલમાં લગ્ન કરવા માટે તૈયાર નથી. કરિશ્મા હાલમાં તેના બાળકોના ઉછેર પર ધ્યાન આપવા માંગે છે, તેથી તેનું ફેમિલીને લઈને કોઈ પ્લાનિંગ નથી. કરિશ્મા કપૂર જેને ડેટ કરી રહી છે તે સંદીપ તોષનીવાલનું બાળપણ 1987-88માં મુંબઈના પોસ વિસ્તારમાં વીત્યું હતું.

સંદીપના પિતા એસએસ તોષનીવાલ એન્ટરટેનેમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. સંદીપ દિલ્લીનો જાણીતો ઉધોગપતિ છે. સંદીપ તોષનીવાલ મુંબઈની એક ફાર્માસ્યુટિકલ કંપની, યુરોલિક હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ છે. સંદીપ તોષનીવાલના લગ્ન 2013માં થયા હતા. બન્નેના 7 વર્ષના લગ્ન જીવન બાદ અલગ થઇ ગયા હતા.

જણાવી દઈએ કે, સંદીપ અને કરિશ્મા બંને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સંદીપ ઘણી વાર કપૂર પરિવારની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ સિવાય બન્ને ઘણી વાર સ્પોટ પણ થયા હતા.

Live 247 Media

disabled