દીકરાના જન્મ બાદ પહેલીવાર બહેન કરિશ્માના ઘરે ગઈ કરીના, તૈમુરને ફોટોગ્રાફર ઉપર આવ્યો ગુસ્સો તો અથડાઈ ગયો કાચમાં, જુઓ વીડિયો
દીકરાને જન્મ આપ્યા બાદ પહેલીવાર આ ક્યાં ઉપડી સેફની બેગમ કરીના? કેમેરામાં કેદ થઇ આવી તસવીરો
બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂરે થોડા સમય પહેલા જ એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ બાદ તે સતત ચર્ચામાં રહે છે. હજુ સુધી તેને પણ પોતાના દીકરાનો ચહેરો બતાવ્યો નથી. પરંતુ કરીના હવે પોતાના ઘરની બહાર નીકળવા લાગી છે.
હાલમાં જ કરીના પોતાની માતા બબીતા સાથે તેની બહેન કરિશ્મા કપૂરના ઘરની બહાર સ્પોટ થઇ હતી. તેની સાથે તેનો દીકરો તૈમુર પણ હતો. આ દરમિયાન હંમેશાની જેમ જ તે ખુબ જ ગોર્જીયસ લાગી રહી હતી.
કરીના કપૂરે સી-ગ્રીન કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. જેમાં બલૂન સ્લીવ હતા . આ આઉટફિટની અંદર કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી. તે એક કાર દ્વારા કરિશ્માના ઘરે પહોંચ્યા હતા.
કારમાંથી ઉતરતા જ ખબરપત્રીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હાજર હતા. કરીના અને તૈમુર જેવા કારમાંથી ઉતર્યા કે તૈમુર ખબરપત્રીઓને જોઈને ગુસ્સે થઇ ગયો હતો અને તેમની ઉપર બૂમો પાડવા લાગ્યો હતો.
જેવો તૈમુર બૂમો પાડીને ઘરની અંદર જવા માટે ગયો તેવો જ તે એક કાચ સાથે અથડાઈ ગયો અને પાછો આવીને ઉભો રહી ગયો. કરીના મીડિયા તરફ હાથ કરીને તૈમુરનું માથું જોવા લાગી અને ત્યારબાદ ફરી તેને મીડિયાનું અભિવાદન કર્યું અને તે પણ તૈમુર અને તેની માતા બબીતા સાથે અંદર ચાલી ગઈ.
View this post on Instagram
તૈમુરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કરીના કરિશ્માના ઘરે તેની દીકરી સમાયરાના 16માં જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બધાએ માસ્ક પણ પહેર્યું હતું.