પહેલી વાર સામે આવી કરીના કપૂરના ક્યૂટ છોકરા જેહની ક્લિયર તસવીર, જુઓ - Chel Chabilo Gujrati

પહેલી વાર સામે આવી કરીના કપૂરના ક્યૂટ છોકરા જેહની ક્લિયર તસવીર, જુઓ

સેફ અલી ખાનના ચોથા બાળકની તસવીરો આવતા જ ટ્રોલર થાય ગાંડા- જુઓ

આ દિવસોમાં કરીના કપૂર અને સૈફ અલી ખાનનો બીજો પુત્ર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. 6 મહિના સુધી દંપતીએ તેમના પુત્રનું નામ અને ચહેરો દરેકથી છુપાવીને રાખ્યો હતો. પરંતુ જેવી જ કરીનાએ પોતાનું પ્રેગ્નન્સી બુક લોન્ચ કરી દીકરાનું નામ સામે આવ્યું અને બેબોએ પણ તેનો ચહેરો બતાવ્યો.

પરંતુ અત્યાર સુધી જેહના સામે આવેલા તમામ ફોટામાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો.  તાજેતરમાં માલદીવથી વેકેશન મનાવીને પરત આવેલા કરિના-સૈફ બંને પુત્રો સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.  આ સમય દરમિયાન જેહનો ચહેરો પણ સ્પષ્ટ દેખાતો હતો. મોટી આંખો અને ગોલુ-મોલુ જેહ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. જેહ નૈનીના ખોળામાં આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો.

કરીનાનો બીજો દીકરો પણ પહેલા દીકરા એટલે કે તૈમુર અલી ખાનની જેમ ખૂબ જ ક્યૂટ છે. તેણે કહ્યું કે તૈમુર તેના પિતા જેવો દેખાય છે પરંતુ જેહ તેના જેવો દેખાય છે. જેહની તસવીર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ જેહ પ્રથમ વખત માલદીવમાં રજાઓ માટે તેના માતાપિતા સાથે દેશની બહાર ગયો હતો. કરીનાએ વેકેશનની મજા માણતા ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે. જેહ આ તમામ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

સામે આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે જેહ નૈનીના ખોળામાં બેઠો છે અને તેની આસપાસની દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે. આ દરમ્યાન તે લાઈટ વાદળી શર્ટ અને શોર્ટ્સ પહેરેલો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. જેહનો જન્મ થયો ત્યારથી ચાહકો સતત બેબોને પુત્રનો ચહેરો અને નામ જાહેર કરવાની વિનંતી કરી રહ્યા હતા, પરંતુ આવું કંઇ બન્યું નહીં.

જણાવી દઈએ કે જ્યારે તૈમુરનો જન્મ થયો ત્યારે પણ કરીના-સૈફને લોકો દ્વારા મહેણાં મારવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેના લીધે જ કપલે નક્કી કર્યું હતું કે તેઓ તેમના બીજા પુત્રનું નામ અને ચહેરો એટલી જલ્દી જાહેર કરશે નહીં.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા છે. આમાં તે આમિર ખાનની સામે જોવા મળશે. બીજી બાજુ સૈફ અલી ખાન ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તેમની આગામી ફિલ્મો ભૂત પોલીસ, બંટી ઔર બબલી 2, આદિપુરુષ છે. આ તમામ ફિલ્મોમાં સૈફના અલગ અલગ પાત્રો જોવા મળશે.

Live 247 Media

disabled