દીકરાના જન્મની ખુશીમાં સૈફ અલી ખાન આપી રહ્યો છે આટલા કરોડની કાર ભેટ, જુઓ તસવીરો

16 દિવસ પછી ઘરની બહાર નીકળી પડી સેફની બેગમ, વાળથી મેકઅપ વગરનો ચહેરો છુપાવતી આવી નજર

પતિ સૈફ સાથે મર્સીડીઝમાં ફરવા નીકળી કરીના કપૂર, માં બન્યાના 16 દિવસ બાદ અંદાજમાં જોવા મળી બેબો

અભિનેત્રી કરીના કપૂર બીજીવાર માતા બની ચુકી છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ બાદ કરીના બહુ જ ઓછી વખત ઘરની બહાર સ્પોટ થતી જોવા મળે છે. ત્યારે હાલમાં જ 16 દિવસ બાદ ફરી એકવાર પોતાના ઘરની બહાર સ્પોટ થઇ હતી.

કરીનાના ઘરની બહાર નીકળવાનું કારણ પણ ખુબ જ ખાસ હતું. કરીના મંગળવારે પોતાના ઘરની બહાર સ્પોટ થઇ હતી. દીકરાના જન્મ થવાની ખુશીમાં કરીના અને તેના પતિ સૈફ અલી ખાન એક નવી કાર ખરીદવા માંગે છે. આ કાર ટેસ્ટ ડ્રાઈવ માટે મંગળવારના રોજ તેમને મળી હતી.

કારના ટેસ્ટ ડ્રાઈવ માટે કરીના અને સૈફ પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બંને કારમાં સવાર થઈને રાઈડની પણ મજા માણી હતી. કરીના અને સૈફની આ કાર ખુબ જ શાનદાર છે. કરીના આ દરમિયાન નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

સાથે પ્રેગ્નેન્સીના દિવસોમાં તેનો મનગમતો કફ્તાન ડ્રેસ પણ તેને કેરી કર્યો હતો. પરંતુ આ દરમિયાન મેકઅપ વગરના ચહેરાના કારણે કરીના થોડી ચિંતામાં પણ નજર આવી હતી. કરીના પોતાના વાળથી પોતાના ચહેરાને છુપાવતી જોવા મળી હતી. તેને ઘણા જ પ્રયત્નો  કર્યા કે મીડિયા તેને તેમના કેમેરામાં ના કેદ કરે.

કરીનાએ દીકરાને જન્મ આપ્યો તે ખુશીમાં સૈફ તેને એક શાનદાર કાર ભેટમાં આપવા માંગે છે જેના કારણે તેમને ગઈકાલે Mercedes-Benz G-Classનો ટેસ્ટ ડ્રાઈવ લીધો હતો. આ દરમિયાન સૈફ અલી ખાન ગાડી ચલાવતો જોવા મળ્યો હતો તો કરીના તેની બાજુમાં બેઠી હતી.

સૈફ અને કરીનાએ કોરોનાની સલામતીને ધ્યાનમાં રાખીને ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન ચેહરા ઉપર માસ્ક પણ પહેર્યું હતું. કરીના ફોટોગ્રાફરથી ભલે પોતાનો ચહેરો છુપાવી રહી હોય છતાં પણ કેમેરામેને તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

સૈફ અને કરીનાની આ  તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાને જન્મ આપ્યા બાદ તે પહેલીવાર આ રીતે ઘરની બહાર સ્પોટ થઇ છે.

કરીનાના વર્ક ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે જલ્દી જ આમિર ખાન સાથેની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”માં નજર આવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ પણ તેને પોતાની પ્રેગ્નેન્સીના દિવસો દરમિયાન જ પૂર્ણ કર્યું હતું.

કરીના તેની પ્રેગ્નેન્સીના દિવસોમાં ખુબ જ ચર્ચામાં રહી હતી. તે આ દિવસોમાં પણ ખુબ જ કામ કરતી હતી અને ઘણી જગ્યાએ સ્પોટ પણ થયેલી જોવા મળતી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

After post

disabled