પરિવાર અને મિત્રો સાથે પાર્ટીમાં ચીલ કરતી નજર આવી નજર આવી કરીના કપૂર ખાન, ક્યૂટ જેહની તસવીર થઇ વાયરલ

ગોલુ-મોલુ છોકરાને ટકટકી લગાવીને જોતા નજર આવી કરીના કપૂર, એટલા માટે જ વગર મેકઅપે લાલ થઇ ગયો બેબોનો ચેહરો

કરીના કપૂર ખાનને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ બનાવતા ખુબ જ સારી રીતે આવડે છે. કરીના તેના કામમાં ગમે તેટલી વ્યસ્ત કેમ ના હોય તે પરિવાર અને મિત્રો માટે સમય નીકાળી જ લેતી હોય છે. બોલવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન ચીલ આઉટ કરવા માટે ક્યારેય પાછળ નથી પડતા. ફેમિલી વેકેશનથી લઈને તેમના ઘરે મિત્રો સાથે પાર્ટી અને લંચ-ડિનર એન્જોય કરવું તેમની ફેવરિટ વસ્તુમાંથી એક છે.

જોકે આ દિવસોમાં કરીના પાર્ટીના મૂડમાં જ દેખાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ આલિયા અને રણબીરના લગ્ન અને પાર્ટીમાં ખાસ અંદાજમાં જોવા મળી હતી તેવામાં ફરી એક વખત પરિવાર અને મિત્રો સાથેની તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં કરીના કપૂર પતિ સૈફ અને બંને બાળકો તૈમુર અને જેહ સાથે એન્જોય કરતી નજર આવી હતી. સામે આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે જેહ કોઈને ખુબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે અને કરીના તેના લાડલાને જોઈને હસી રહી છે. માતા અને બાળકની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં કરીના કપૂર અને સૈફ સિવાય સોહા અલી ખાન અને કુણાલ ખેમુ પણ નજર આવી રહ્યા છે. સોમવારે કરીના કપૂરે તેના કેટલાક નજીકના લોકો સાથે ખાસ સમય પસાર કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

તસવીરોમાં કરીના કપૂર ખાન મસ્તી કરતી નજર આવી રહી છે. પુલના કિનારે કરીના મજેદાર મૂડમાં ખાવાનું એન્જોય કરી રહી છે. પાર્ટીની જે તસવીરો સામે આવી છે તેમાં સૈફ અલી ખાન સફેદ ટી શર્ટ અને ઓરેન્જ શોર્ટ્સમાં નજર આવી રહ્યા છે. આ દરમ્યાન તૈમુર બાથરોબ અને શોર્ટમાં નજર આવી રહ્યા છે.

25 એપ્રિલ 2022ના રોજ સોહા અલી ખાન અને તેના પતિ કુણાલ ખેમુએ જાતે લખેલી ‘Inni And Bobo’નામની તેમની પહેલી પુસ્તક માટે પુસ્તક લોન્ચનો કાર્યક્રમ કર્યો હતો. આ સમય દરમ્યાન સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન તેમના લાડલા પુત્ર તૈમુર અને જેહ સાથે પહોંચ્યા હતા.

After post

disabled