તૈમુર અને જેહે વધારી કરીના કપૂરની મુશ્કેલી, અભિનેત્રીએ કહ્યું તૈમુર અને જેહની આ આદતોના કારણે સંભાળવામાં આવે છે મુશ્કેલી... - Chel Chabilo Gujrati

તૈમુર અને જેહે વધારી કરીના કપૂરની મુશ્કેલી, અભિનેત્રીએ કહ્યું તૈમુર અને જેહની આ આદતોના કારણે સંભાળવામાં આવે છે મુશ્કેલી…

સેફના બંને દિકરાથી કરીના ખાનની હાલત થઇ ખરાબ, સંભાળવામાં આવી રહી છે આવી આવી મુશ્કેલી

આ દિવસોમાં કરીના કપૂર તેના કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ તે પતિ સૈફ અલી ખાન સાથે એક એડ શૂટ કરતી જોવા મળી હતી. પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં કરીના બંને પુત્રોના ઉછેર પર ખાસ ધ્યાન આપી રહી છે. આ દરમ્યાન એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ તેના બે પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કરીનાએ કહ્યું હતું કે બે પુત્રોમાંથી કોણ વધુ ખાવાનું ફેલાવે છે અને કોણ વધુ શેતાન છે.

તૈમૂર અને જેહના ખાવાના વિશે વાત કરતાં કરીના કપૂરે કહ્યું કે જેહે હમણાં જ સોલિડ ફૂડ ખાવાનું શરૂ કર્યું છે અને જ્યારે પણ તે ખાય છે ત્યારે તે પોતાની ઉપર ઢોળી દે છે. તેને માથાથી લઈને પગ સુધી ખોરાક ઢોળવાની આદત છે. જ્યારે ખોરાકની વાત આવે ત્યારે જેહ થોડો શેતાન છે. તૈમુરની આદતો વિશે કરીનાએ કહ્યું કે- તે ખૂબ જ એક્ટિવ છે અને એક જગ્યાએ બેસતો નથી. તે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારતો રહે છે. હું હંમેશા તેને કહુ છુ કે થોડી શાંતિ રાખ.

કરીના કપૂરે કહ્યું કે તે હંમેશા તૈમૂરના સૂવાના સમયને લઈને ચિંતિત રહે છે. તે સૈફની એક આદતથી પણ પરેશાન છે. સૈફ ઈચ્છે છે કે તૈમૂર મોડી રાત સુધી જાગે જેથી તે તેની સાથે સમય વિતાવી શકે. પરંતુ સવારે ઓનલાઈન સ્કૂલ હોવાથી તે ઈચ્છે છે કે સમયસર સૂઈ જાય. જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કરીના કપૂરે તેના બીજા પુત્ર જેહને જન્મ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા તેણે પોતાના નાના પુત્રનું નામ અને ચહેરો દેખાડ્યો હતો. કરીના કહે છે કે જેહ તેના જેવો દેખાય છે. જણાવી દઈએ કે જેહ પણ તેના મોટા ભાઈ તૈમુરની જેમ જ ક્યૂટ છે. તેમજ તમને જાણીને પણ નવાઈ લાગશે કે જેહે મમ્મીની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કામ કર્યું છે. કરીનાએ કહ્યું કે જેહ ફિલ્મના ગીતમાં જોવા મળશે. અભિનેત્રીએ કહ્યું હતું કે મારો પુત્ર પ્રેક્ટિકલ રીતે ફિલ્મમાં છે. તે મારા અને આમિર સાથે રોમેન્ટિક ગીતમાં છે.

તૈમુરની વાત કરીએ તો અન્ય બાળકોની જેમ તેને પણ ચોકલેટ, ટોફી, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે.આઇસક્રીમ ખાતી વખતની  ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. તૈમુર જ્યારે આઈસ્ક્રીમ ખાય છે ત્યારે તે કોઈ બીજા પર ધ્યાન નથી આપતો.

સૈફે હાલમાં જ તૈમુર વિશે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે એક દિવસ પોતાના પુત્રને અભિનેતા બનતા જોવા માંગે છે. સૈફે કહ્યું હતું-  મને ખાતરી છે તે પોતાની પહેલી ફિલ્મ કોઈ પણ એક શુક્રવારે રિલીઝ કરશે. હું ઈચ્છું છું કે તૈમૂર અભિનેતા બને.

મીડિયા રિપોર્ટ અનુસાર પોતાના પુત્રના પ્રેમમાં પાગલ થઈ ગયેલી કરીનાએ એક વખત તૈમૂર સાથે અક્ષય કુમારને પણ ચેલેન્જ કરી હતી. એક ઈન્ટરવ્યુમાં કરીનાએ અક્ષયને કહ્યું હતું કે તૈમૂર આવનારા દિવસોમાં તમારા માટે મોટો ખતરો બની શકે છે. તે તમારી ફેન ફોલોઈંગને પણ હરાવી શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ થશે. તેમજ સૈફ અલી ખાનની ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ સાથે જ તે ‘આદિપુરુષ’માં પણ જોવા મળશે.

Live 247 Media

disabled