કરિશ્માની દીકરી સમાયરાના જન્મ દિવસની પાર્ટીમાં ટકાટક તૈયાર થઈને પહોંચી માસી કરીના કપૂર, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસવીરો - Chel Chabilo Gujrati

કરિશ્માની દીકરી સમાયરાના જન્મ દિવસની પાર્ટીમાં ટકાટક તૈયાર થઈને પહોંચી માસી કરીના કપૂર, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસવીરો

માસી કરીનાનો ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જુઓ ઠાઠ

બોલીવુડની બેબો કરીના કપૂરે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મના થોડા જ દિવસ બાદ હવે કરીના ઘરની બહાર સ્પોટ થતી જોવા મળે છે. હાલમાં જ કરીનાની બહેન કરિશ્મા કપૂરની દીકરી સમાયરાના 16માં જન્મ દિવસે કરીના કરિશ્માના ઘરની બહાર સ્પોટ થઇ હતી.

કરિશ્માએ પોતાની દીકરીનો 16મોં જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. આ જન્મ દિવસે તેને પોતાના ઘરે શાનદાર પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. જેમાં કરીના પણ પહોંચી હતી. આ દરમિયાન કરીનાનો શાનદાર લુક જોવા મળ્યો હતો મળ્યો હતો.

કરીના પોતાની ભાણીના જન્મ દિવસે પોતાના દીકરા તૈમુર અને માતા બબીતા કપૂર સાથે પહોંચી હતી. કરિશ્માના ઘરે ફોટોગ્રાફરે કરીનાને કેમેરામાં કેદ કરી હતી, આ દરમિયાન તૈમુર ગુસ્સામાં પણ નજર આવ્યો હતો.

કરિશ્માએ પણ આ પાર્ટી સાથે જોડાયેલી ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર  કરી છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીનાની સામે આવેલી તસ્વીરોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કરીના કપૂરે આ પાર્ટી માટે સી-ગ્રીન કલરનો મેક્સી ડ્રેસ પહેર્યો હતો. જેમાં બલૂન સ્લીવ હતા. આ આઉટફિટની અંદર કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી. તે એક કાર દ્વારા કરિશ્માના ઘરે પહોંચ્યા હતા.

કારમાંથી ઉતરવાની સાથે જ કરીનાએ મીડિયા સામે જોઈને હાથ પણ હલાવ્યો હતો. તો તૈમુર ખબરપત્રીઓ ઉપર ગુસ્સે પણ થયો હતો અને ગુસ્સામાં ચાલવા જતા તે કાચ સાથે પણ અથડાયો હતો.

કરીનાએ પણ પોતાના દીકરાનો ચહેરો હજુ મીડિયા સામે નથી  બતાવ્યો, પરંતુ વુમન્સ ડેના અવસર ઉપર તેને દીકરાની એક ઝલક જરૂર બતાવી હતી અને કહ્યું હતું કે તૈમુરનો નાનો ભાઈ આવી ગયો.

Live 247 Media

disabled