શાહિદને લઇને કરીના કપૂરે કર્યા મોટા ખુલાસા, કહ્યુ- જયારે ફિલ્મ શરૂ થાય ત્યારે અંધારામાં અમે બંને... - Chel Chabilo Gujrati

શાહિદને લઇને કરીના કપૂરે કર્યા મોટા ખુલાસા, કહ્યુ- જયારે ફિલ્મ શરૂ થાય ત્યારે અંધારામાં અમે બંને…

જહાંગીર અને તૈમુરની મમ્મીનું એક ગંદુ રાઝ ખુલ્યું, અંધારામાં કરીના બેશરમ થઈને…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા કપલ આવ્યા છે કે જેમના પ્રેમથી ભરેલા સંબંધો જોઈને લાગતું હતું કે આ સ્ટાર્સ લગ્ન કરશે. પરંતુ સમય જતાં સંબંધોમાં તિરાડ આવી અને બંને અલગ થઈ ગયા. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા શાહિદ કપૂર વચ્ચેના સંબંધો પણ એવા જ હતા. તેમની ઑફ-સ્ક્રીન અને ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે તમામ ચાહકો ચોંકી ગયા હતા.

તમને જણાવી દઈએ કે એક જૂના ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે શાહિદ કપૂર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તે દરમિયાન કરીના કપૂર શાહિદ કપૂર સાથે રિલેશનશિપમાં હતી. કરીના કપૂરે એ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ કેવી રીતે એકબીજા સાથે સમય વિતાવતા, કરીનાએ કહ્યું હતું કે, ‘યંગ કપલ્સ જે કરે છે તે બધું અમે કરીએ છીએ. અમે બહાર ખાઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, મને મૂવી જોવાનું ગમે છે. જ્યારે પણ અમને સમય મળે ત્યારે અમે ફિલ્મ જોવા જઈએ છીએ. જ્યારે ફિલ્મ શરૂ થાય તે પહેલાં અંધારું થઈ જાય ત્યારે અમને ખૂબ મજા આવે છે. તે ખૂબ જ સુંદર અને આરામદાયક ફીલિંગ હોય છે.

આ સિવાય કરીનાએ કહ્યું હતું કે, “મને શાહિદ સાથે રહેવામાં ખૂબ જ મજા આવે છે. અમને સામાન્ય રહેવાનું અને સામાન્ય વસ્તુઓ કરવાનું ગમે છે. આ દરમિયાન જ્યારે કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે શાહિદ માટે સૌથી મહત્વની વસ્તુ શું છે?  આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, અત્યારે કંઈ નથી, અમારો સંબંધ હજુ એ સ્તરે પહોંચ્યો નથી અને તે બહુ જલ્દી થશે.

અત્યારે અમે બંને શૂટિંગમાં વ્યસ્ત છીએ અને પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છીએ, તેથી અમારી પાસે પ્રેમથી એકબીજાની આંખોમાં જોવાનો સમય નથી. કરીનાએ આગળ કહ્યું, “અમે બંને અત્યારે સારા મિત્રો છીએ, ખરેખર મિત્રો કરતાં થોડુ વધુ.” કરીનાની આ વાતો સાંભળીને કહી શકાય કે તે ક્ષણો તેના માટે ઘણી ખાસ હતી. કરીનાએ શાહિદ સાથે ઘણો સમય વિતાવ્યો છે. તેમના બ્રેકઅપથી તેમને ચાહકો કરતાં વધુ દુઃખ થયું હશે. પરંતુ જ્યારે કોઈ સંબંધ તૂટે છે, ત્યારે તેને ભૂલીને આગળ વધવું વધુ સારું છે.

તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને કરીના કપૂરનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું. આ જોડી સ્ક્રીન પર જેટલી સુંદર દેખાતી હતી એટલી જ રિયલ લાઈફમાં પણ એકબીજાને પ્રેમ કરતી હતી.  બ્રેકઅપ બાદ કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા અને શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા. શાહિદ અને મીરાને બે બાળકો મીશા અને જૈન છે, ત્યાં કરીના કપૂરને બે દીકરાઓ તૈમુર અને જેહ છે.

Live 247 Media

disabled