2-2 બાળકો પેદા કર્યા પછી માતા કરીના કપૂરે બ્લેક બ્રાલેટ અને પેન્ટમાં બતાવ્યુ એવી ફિગર કે લથડિયાં ખાઈ જશો - Chel Chabilo Gujrati

2-2 બાળકો પેદા કર્યા પછી માતા કરીના કપૂરે બ્લેક બ્રાલેટ અને પેન્ટમાં બતાવ્યુ એવી ફિગર કે લથડિયાં ખાઈ જશો

હાલમાં જ કરીના કપૂર વિશે એવા સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે કરીના કપૂર ત્રીજીવાર પ્રેગ્નન્ટ છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો હતો. પરંતુ હાલમાં જ કરીનાએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે અને આ તસવીરોમાં તેણે પ્રેગ્નેન્સીની તમામ અફવાનો જવાબ બોલ્ડ અંદાજમાં આપ્યો છે. તાજેતરમાં કરીના કપૂરની ત્રીજી પ્રેગ્નન્સીને લઈને ઘણી અફવાઓ ઉડી હતી.

કરીના લંડનમાં હતી અને ત્યાંથી તેની કેટલીક તસવીરો સામે આવી હતી જેને જોઈને ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા હતા કે કરીના ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે.કરીનાએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં આ તમામ અફવાઓનો જવાબ આપ્યો છે. તેણે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને સ્પષ્ટ છે કે કરીના ત્રીજી વખત પ્રેગ્નન્ટ નથી. કરીના કપૂરના આઉટફિટની વાત કરીએ તો તેણે ઓવરઓલ બ્લેક પહેર્યો છે.

અભિનેત્રીએ બ્લેક પેન્ટ પહેર્યું છે અને તેની સાથે બ્લેક બ્રાલેટ કેરી કરી છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કરીનાએ બ્લેક બ્લેઝર પણ પહેર્યું છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું, ‘મને મારી કોફી બ્લેક પસંદ છે.’ જ્યાં એક તરફ ચાહકો આ તસવીરોના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ કરીનાને ટ્રોલ પણ કરી છે. કેટલાક યુઝર્સે કરીનાનું કેપ્શન વાંચીને અનુમાન લગાવ્યું છે કે તે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 7’ના શૂટિંગ માટે ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં કરીના તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તે ટૂંક સમયમાં કરણ જોહરના શોમાં પણ જોવા મળી શકે છે. કરીનાની આ તસવીર ઇન્ટરનેટ પર આગ લગાવી રહી હોવા છતાં, અહીં પણ ટ્રોલર્સે તેને છોડી નહીં. એક યુઝરે તેને કહ્યું કે તે વૃદ્ધ થઈ રહી છે. તો બીજા એક યુઝરે તેને આંટી કહ્યુ. કરીનાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અભિનેત્રી નેહા ધૂપિયાએ ‘ક્વીન’ લખ્યું છે,

તો ડિરેક્ટર પુનિત મલ્હોત્રાએ લખ્યું, ‘જસ્ટ ધ બેસ્ટ’. જણાવી દઇએ કે, કરીના કપૂર ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Live 247 Media

disabled