ભાભી કરીના કપૂરના ફોટોશૂટ પર વરસ્યો નણંદ સબા ખાનનો પ્રેમ, શોર્ટ સ્કર્ટમાં બેબો લાગી કમાલ
અભિનેત્રી કરીના કપૂર બીજી વાર માં બન્યા પછી ફરીથી પોતાના કામમાં લાગી ગઈ છે. કરીના કપૂર અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અમુક જ સયમ પછી રિલીઝ થઇ શકે તેમ છે. એવામાં આ વચ્ચે કરીનાએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે.તસ્વીરમાં કરિનાના અંદાજે લોકોનું દિલ જીતી લીધું છે. કરીનાના લુક્સ અને તેની અદાઓ પર લોકો ભરી ભરીને કમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
સામે આવેલી તસ્વીરોમાં કરીના સ્પોર્ટી ટચ વાળું સ્કર્ટ-ટોપ પહેરેલી દેખાઈ રહી છે જે ડાર્ક બ્લુ રંગનું છે. આ આઉટફિટ સાથે કરીનાએ બ્લેક સનગ્લાસ પહેરી રાખ્યા છે અને ખુલ્લા વાળમાં કરિનાની અદાઓ એકદમ કાતિલાના લાગી રહી છે. કરીનાએ આ આઉટફિટમાં કારમાં બેસીને ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે પોતાની હુસ્નનો જલવો વિખેરતી દેખાઈ રહી છે.
View this post on Instagram
કરીનાએ ફોટોશૂટમાં પુમા કંપનીના આઉટફિટ પહેરી રાખ્યા છે અને સુંદર કૈપ્શન પણ લખ્યું છે જેને જોઈને લાગી રહ્યું છે કે કરીના પુમાં માટે પ્રમોશન કરી રહી છે.કરિનાની તસવીરો પર તેની નણંદ સબા અલી ખાને પણ કમેન્ટ કરતા લખ્યું કે ફેબ્યુલસ. જેના પરથી સ્પષ્ટ છે કે નણંદ ભાભી વચ્ચે ખુબ જ સારી એવી બોન્ડિંગ છે.
View this post on Instagram
કરીનાએ ટોટલ ચાર તસવીર શેર કરી છે. જેમાંની બીજી તસવીરમાં કરીનાએ બ્લેક આઉટફિટ પહેરી રાખ્યા છે જેમાં બ્લેક બ્રાલેટ, બ્લેક ટાઈટ્સ અને બ્લેક જેકેટ શામિલ છે જ્યારે અન્ય એક ફોટોશૂટમાં તેણે બ્લેક પ્રિન્ટેડ આઉટફિટ પહેરી રાખ્યા છે. બીજી વાર માં બન્યા પછી પણ કરિનાની ફિટનેસ બરકરાર છે , ગર્ભાવસ્થામાં પણ કરીના યોગા કરતી જોવા મળી હતી અને પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખ્યું હતું.
View this post on Instagram
જણાવી દઈએ કે કરીનાએ હાલમાં જ ઓટિટિ ડેબ્યુ માટે તૈયારી શરૂ કરી ચુકી છે. તે સુજોય ઘોષના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ દ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સમાં જોવા મળવાની છે. બુધવારે કરીનાએ પોતાના સેટની તસ્વીર પણ શેર કરી હતી. ઓટિટિ ડેબ્યુ માટે કરીના કલીમ્પોન્ગમાં શુટીંગ કરી રહી છે.તસ્વીરમાં કરીના બાલ્કનીમાં બેઠેલી દેખાઈ રહી છે અને તેની સાથે તેની ટિમ પણ દેખાઈ રહી છે.તસ્વીરમાં મેકઅપ આર્ટિસ્ટ પણ દેખાઈ રહ્યા છે, આ સિવાય તસ્વીરમાં હિલ સ્ટેશનનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
તસવીર શેર કરીને કરીનાએ લખ્યું કે,”કલીમ્પોન્ગમાં પહેલો દિવસ,,દ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ,હેશટેગ સુજોય ઘોષ. કરીનાની સાથે આ ફિલ્મમાં જયદીપ હલાવત પણ જોવા મળશે, ફિલ્મની કહાની જાપાની લેખક કિગો હિગાશિનોના પુસ્તક પર આધારિત છે.