ભરી મહેફિલમાં કરીના કપૂર થઇ Oops મોમેન્ટનો શિકાર, ચાલુ પાર્ટીમાં સૈફની બેગમનો ખુલી ગયો બ્લાઉઝ

જહાંગીર અને તૈમુરની મમ્મી ભરી મહેફિલમાં બની Oops Moment ની શિકાર! પાર્ટી ચાલુ હતી અને બ્લાઉઝે આપ્યો દગો – જોઈ લો

બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. દરેક વ્યક્તિ તેની ફેશન પર નજર રાખે છે. ફિલ્મી હસીનાઓને તેમના કપડાના કારણે ઘણી વખત શરમનો ભોગ બનવું પડ્યું છે. કેટલીક અભિનેત્રીઓ ભરી મહેફિલમાં ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની છે. બોલિવૂડની ફેમસ અને ફેવરિટ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સાથે પણ આવું જ થયું છે. પોતાની સુંદરતા અને પોતાની સ્ટાઈલથી લોકોને ઘાયલ કરનાર કરીનાને પણ મેળાવડામાં આવી નાજુક ક્ષણમાંથી પસાર થવું પડ્યું છે.

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેની સાથે દગો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કરીના કપૂરે ફંક્શનમાં શાનદાર સાડી પહેરી હતી. આ દરમિયાન તેના બ્લાઉઝે તેને દગો આપી દીધો. પછી તેણે બ્લાઉઝને સેફ્ટી પીનથી હેન્ડલ કરવ પડ્યુ. આ દરમિયાન કરીના કપૂર ઉફ્ફ મોમેન્ટ્સ શિકાર થઇ ગઇ. કદાચ જો અચાનક પિન ખુલી ગઇ હોતચ તો તેનો પલ્લુ પણ નીચે પડી શકતો હતો.

કરીના કપૂર માટે આ મુશ્કેલ સમય હતો, પરંતુ તેણે આ પળને સમજદારીથી સંભાળી લીધી. વોર્ડરોબ માલફંક્શનના સમાચાર અવારનવાર ફિલ્મી દુનિયામાંથી આવે છે. ઘણી અભિનેત્રીઓને તેનાથી પણ ખરાબ પળોનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ફિલ્મ કહો ના પ્યારથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવાની હતી, ફિલ્મનું અડધું શૂટિંગ પણ થઈ ગયું હતું. પરંતુ માતા બબીતાના કહેવા પર તેણે આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મ રેફ્યુજીથી ડેબ્યુ કર્યું.

કરીનાએ આ વર્ષે જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તેના જન્મ સાથે જ કપલ તેમના નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયા છે. આ ઘર તેમના જૂના બંગલા પાસે જ છે. એવામાં કરીના બીજી પ્રેગ્નેંસી દરમિયાન સજાવટ અને ઇંટિરિયર કામમાં વ્યસ્ત હતી.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં તેનું શુટિંગ પૂર્ણ કર્યુ હતુ અને તે બાદ તે માલદીવ વેકેશન પર ગઇ હતી.