બીજી ગર્ભાવસ્થા પછી પણ ઓછું નથી થઇ રહ્યું કરીના કપૂરનું વજન, બેબોનું ફિગર જોઈને હેરાન થયા લોકો - Chel Chabilo Gujrati

બીજી ગર્ભાવસ્થા પછી પણ ઓછું નથી થઇ રહ્યું કરીના કપૂરનું વજન, બેબોનું ફિગર જોઈને હેરાન થયા લોકો

બોલિવુડની બેગમ એવી કરીના કપૂર ખાન તાજેતરના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લીધે ચર્ચામાં બનેલી છે. જો કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી જઈ રહી છે. આ વચ્ચે દર્શકો દ્વારા ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ થઇ રહી છે, એવામાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી કરી છે. આ વચ્ચે કરીના કપૂરને હાલમાં જ મુંબઈમાં સ્પોટ કરવામાં આવી છે.

આ સમયે કરિનાનો લુક લોકોને હેરાન કરી દેનારો હતો.કરિનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, અને તેને જોઈને લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. કરીનાં તાજેતરમાં જ બાંદ્રામાં સ્પોટ થઇ હતી અને મીડિયાના કેમેરામાં કૈદ થઇ હતી. આ સમયે કરીના એકદમ કૈજ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

સામે આવેલી તસ્વીરોમાં કરીનાએ યેલો એન્ડ ઓરેન્જ રંગનું હાફ સ્લીવ ઓવર સાઇઝડ ટીશર્ટ પહેર્યું હતું, અને લુઝ ડેનિમ જીન્સ પહેર્યું હતું.આ લુક સાથે કરીનાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું અને સન ગ્લાસ પણ પહેર્યા હતા.લાઈટ મેકઅપની સાથે કરીનાએ પગમાં સ્લીપર્સ પણ પહેર્યા હતા. આ લુકમાં કરીનાએ મીડિયા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા. આ લુકમાં કરીના એકદમ સ્ટાઈલિશ દેખાઈ હતી અને લોકોએ પણ તેનો આ લુક ખુબ પસંદ કર્યો હતો.

જો કે અમુક લોકો દ્વારા કરિનાનો આ લુક પસંદ કરવામાં આવ્યો ન હતો. કરીનાએ આ આઉટફિટ એકદમ લુઝ પહેર્યા હતા, જેમાં તે એકદમ જાડી દેખાઈ રહી હતી, પહેલી ગર્ભાવસ્થા બાદ કરીનાએ અમુક જ સમયમાં પોતાનું વજન ઓછું કરીને ઝીરો ફિગર કરી લીધી હતું, ત્યારે આ વખતે કરીનાના લુકને જોઈને લાગી રહ્યું છે કે હજુ પણ કરીના પોતાનું વજન ઓછું કરવાના મૂડમાં નથી.

એવામાં ગત દિવસોમાં કરીના અને આમિર ખાન કોફી વિથ કરન-7માં પહોંચ્યા હતા, અને આ સમયે બંનેએ પોતાની આવનારીફિલમ અને પોતાના જીવન વિશેના ઘણા ખુલાસા કર્યા હતા.આ દિવસોમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં કરીના અને આમિર ખાન ફિલ્મના પ્રમોશન માટે કોફી વિથ કરણ શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે કરણ જોહરે કહ્યું કે, મને નથી લાગતું કે કરીનાને ફિલ્મની સફળતા અને નિષ્ફળતાની અસર થાય. કરીનાને આમાં કોઈ રસ નથી. તે પોતાની દુનિયામાં ખુશીથી જીવે છે. જો ફિલ્મ સારી ચાલે અથવા તો સારી ન હોય તો તેને વાંધો નથી. આ અંગે કરીના કંઈ ખાસ કહેતી નથી.

આના પર આમિર ખાને અભિનેત્રીનો બચાવ કર્યો હતો. આમિર ખાને કહ્યું કે, ‘કરીના કપૂર ઘણીવાર તેની ફિલ્મને લઈને ચિંતિત રહે છે. તે મને ઠપકો પણ આપે છે કે આવું કેમ ન થયું તે કેમ ન થયું. આ અંગે કરણ જોહર કહે છે કે કરીના કપૂર તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ભાગ્યે જ જોશે. આના પર કરીના કપૂર કહે છે કે ‘હા, હું મારી ફિલ્મો ક્યારેય જોતી નથી’. આના પર આમિરે કહ્યું, ‘આ એટલી ખુશીની વાત નથી કે તમે ગર્વથી કહો છો’. આ અંગે કરીના કહે છે, ‘હું પણ ફિલ્મને લઈને નર્વસ છું.

મને 4-5 મહિના પછી જોવાનું ગમે છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. #BoycottLaalSinghChaddha સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. ત્યાં દર્શકોની આ બહિષ્કારની પ્રતિક્રિયાથી આમિર ખાન ખૂબ જ દુખી હતો. લોકોની પ્રતિક્રિયા બાદ આમિર ખાને લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમની ફિલ્મનો બહિષ્કાર ન કરે.

yc.naresh

disabled