માલદિવમાં જન્મદિવસ ઉજવી પછી આવી કરીના કપૂર, એરપોર્ટ પર મેક્સી ડ્રેસમાં મળી જોવા - Chel Chabilo Gujrati

માલદિવમાં જન્મદિવસ ઉજવી પછી આવી કરીના કપૂર, એરપોર્ટ પર મેક્સી ડ્રેસમાં મળી જોવા

છૂટાછેડા લેનાર નવાબ સાથે નિકાહ કરનારી કરીનાના ફિગરની હાલત કેવી થઇ ગઈ? PHOTOS જોઈને હોંશ ઉડી જશે

બોલિવૂડના સુંદર દંપતી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ગઈ કાલે  માલદીવથી પરત ફર્યા હતા. તમને જણાવી દઈએ કે કપલ કરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયા હતા. જ્યાં તેમના બંને બાળકો પણ સાથે ગયા હતા.

જન્મદિવસને ખાસ બનાવવા માટે કરીના માલદીવમાં વેકેશન માટે ગઈ હતી જ્યાંથી તે હવે પરત આવી ગઈ છે. આ દરમ્યાન કરીના એરપોર્ટ પર ઢીલા કપડામાં જોવા મળી હતી. બેબોએ એરપોર્ટ લુક માટે  ફ્લોરલ મિડી ડ્રેસ પસંદ કર્યો હતો, જે ખૂબ જ આરામદાયક લાગતો હતો. આઉટફિટ પર વાદળી, પીળા અને નારંગી રંગના ફૂલો જોવા મળ્યા હતા.

કરીનાના આ ડ્રેસમાં ડીપ વી નેકલાઇન સાથે કટઆઉટ સ્લીવ્સ આપવામાં આવી હતી. વેસ્ટલાઇનથી આઉટફિટને ફઝ-ફ્રી સ્ટાઇલમાં રાખવામાં આવ્યો હતો જે તેમાં હલકો પ્લીટ્સનો ઉમેરો થઇ રહ્યો હતો. તેના સ્ટાઇલિશ દેખાવ માટે હસીનાએ તેના માથા પર નારંગી ફ્લેટ, ગ્રે ટોટ બેગ, ગોલ્ડન બ્રેસલેટ અને બ્લેક શેડ્સથી લુકને પૂરું કર્યું હતું. સાથે જ સૈફ અલી ખાન અને તૈમુર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

સૈફે સફેદ પેન્ટ અને વાદળી ટી-શર્ટ પહેર્યું હતું. તેમજ તૈમૂરે સફેદ હાફ પેન્ટ અને પીળી ટી-શર્ટ સાથે મેચિંગ માસ્કમાં સુંદર લાગતો હતો અને જેહ અલી ખાન નૈનીના ખોળામાં વાદળી કપડાંમાં જોવા મળ્યો હતો. બેબોનો નાનો દીકરો વાદળી રંગના બેબીસૂટમાં ખૂબ જ સુંદર લાગતો હતો.

જણાવી દઈએ કે કરીના કપૂર પોતાનો 41મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવવા માલદીવ પહોંચી હતી. જ્યાંથી તેણે ઘણી તસવીરો પણ તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂરે તાજેતરમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કર્યું છે. કરીના સાથે આમિર ખાન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશલ હિન્દી રિમેક છે.

આ સિવાય કરીના ‘તખ્ત’, ‘વીરે દી વેડિંગ 2’માં જોવા મળશે. બીજી બાજુ સૈફની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ચાહકોને ફિલ્મ ખુબ જ પસંદ આવી હતી. સૈફ ટૂંક સમયમાં ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં જોવા મળશે.

Live 247 Media

disabled