તૈમુરે જોઈ લીધું કંઈક એવું કે મમ્મી કરીનાનો હાથ છોડીને લગાવી દીધી દોડ, વીડિયો જોઈ લોકો પૂછી રહ્યા છે આવા સવાલ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અવાર નવાર ચર્ચાઓમાં રહે છે. રમઝાનમાં રોઝા ના રાખવાને લઈને ટ્રોલિંગના શિકાર થયેલા સૈફ અલી ખાન પર તેની કઈ વધારે અસર જોવા મળી નહિ. બોલિવૂડ અભિનેત્રી અને સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા પતિ અને પુત્ર તૈમુર અલી ખાન સાથે મુંબઈમાં સ્પોટ થઇ હતી.
આ દરમ્યાન સૈફ અને કરીના લંચ કરવા માટે ફૂડ હોલ પહોંચ્યા હતા જ્યાં પેપરાજીએ આ કપલને સ્પોટ કર્યા હતા. આ દરમ્યાન આ સ્ટાર કપલની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
વીડિયો વાયરલ થયા બાદ સૈફ અને કરીનાના લુકની નેટીજન્સ ખુબ વખાણ કરી રહ્યા હતા. આ દરમ્યાન સૈફ અલી ખાને કુર્તા પાયજામા પહેરીને નવાબી અંદાજમાં દેખાયા હતા અને સાથે સનગ્લાસ તેના લુકને વધારવાનું કામ કરી રહ્યા હતા. વાત કરીએ કરીના કપૂરની તો બેબો આ દરમ્યાન પિંક કલરના સમર લુકમાં ખુબ સિમ્પલ અને સ્ટાઈલિશ અંદાજમાં દેખાઈ હતી. જોકે આ દરમ્યાન તેના ડ્રેસનો કટ તેને થોડોક હેરાન કરી રહ્યો હતો.
કરીના કપૂર આ દરમ્યાન ગુલાબી રંગના કોટન મેક્સી ડ્રેસમાં નજર આવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરીનાના ડ્રેસમાં થાઈ સ્લીટ કટ હતું જેને અભિનેત્રીએ સીડીથી ઉતરતી વખતે ખુબ જોરદાર અંદાજમાં ફ્લોન્ટ કર્યું હતું. તેની સાથે જ બલૂન સ્લીવ્સ તેના આ સમર લુકને પરફેક્ટ ટચ આપી રહ્યું હતું. બેબોએ તેના આ લુકને સ્નીકર્સ અને સનગ્લાસ સાથે ટીમઅપ કર્યું હતું.
View this post on Instagram
તૈમુરની આ દરમ્યાનની તસવીરો ટોક ઓફ ધ ટાઉન બનેલી છે. તૈમુર આ દરમ્યાન ટી શર્ટ અને શોર્ટ્સની સાથે નિયોન શૂઝમાં દેખાયો હતો. નેટીજન્સનું કહેવું છે કે તૈમુર આ તસવીરોમાં ખુબ મેચ્યોર દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કરીના કપૂર ખાને યુનાઇટેડ નેશન્સ યંગ ચેન્જમેકર્સ કોન્કેલવમાં શામેલ થવા માટે પહોંચ્યા હતા. આ ઇવેન્ટથી કરીના કપૂરનો લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રીએ બ્લેક કલરનું જમ્પ સૂટ પહેરીને સ્ટાઈલિશ અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.