ટેંક ટોપ અને બેલ-બોટમમાં જોવા મળ્યો કરીના કપૂરનો સ્ટનિંગ લુક, વીડિયો અને તસવીરો થઇ રહી છે વાયરલ - Chel Chabilo Gujrati

ટેંક ટોપ અને બેલ-બોટમમાં જોવા મળ્યો કરીના કપૂરનો સ્ટનિંગ લુક, વીડિયો અને તસવીરો થઇ રહી છે વાયરલ

ફેન્સે કરી ટ્રોલ…મોઢું ધોઈને બહાર નીકળી? જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર કોઇના કોઇ કારણસર લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેની પ્રેગ્નેંસી સમયે તે તેના લુક અને વર્કને લઇને ચર્ચામાં રહેતી હતી, તો ડિલિવરી બાદ અભિનેત્રી તેના દીકરાના ચહેરા અને તેના નામને લઇને હેડલાઇન્સમાં રહેતી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી કરીનાને લગભગ રોજ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાનની તસવીરો અને વીડિયો પણ સામે આવતા હોય છે ત્યારે હાલમાં  જ કરીના કપૂરનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના ઘરની બહાર હાથમાં કોફીનો કપ લઈને ચાલતી જોવા મળી રહી છે.

આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે, જેના પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. બુધવારે સવારે સવારે તે એપાર્ટમેન્ટની બહાર કોફી કપ સાથે જોવા મળી હતી. કોફી પીતા પીતા પણ તે સ્ટાઇલમાં પોઝ આપવાનું ભૂલતી નહોતી. એટલું જ નહીં, આ સમય દરમિયાન તેણે જીન્સ સાથે ટાઇટ હાફ ટોપ પહેર્યુ હતુ. આ ટોપમાં તેના જાડા હાથ સ્પષ્ટ દેખાતા હતા. કરીનાના આ ફોટા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

કરીના કપૂર આજકાલ ઘરમાંથી બહાર નીકળતી વખતે હાથમાં કપ લઈને જતી જોવા મળતી હોય છે. હાલમાં જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં પણ તે કોફી પીતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કરીના કપૂરની તસવીરો જોઈને એક વ્યક્તિએ ટિપ્પણી કરી અને લખ્યું – આટલું મોટુ ઘર શું કામનું જયારે કોફી પણ કારમાં બેસી પીવી પડે. એક યુઝરે સવાલ કરતા કમેન્ટ કરી કે, આજકાલ ચાનો કપ લઇને કયાં ફરે છે. એક અન્ય યુુઝરે કહ્યુ આ આજકાલ માસ્ક વગર ફરે છે અને આને કોઇ કંઇ બોલતુ પણ નથી.

એક અન્ય યુઝરે કહ્યુ કે, આને કઇ વાતની અકડ છે. ઘણા યુઝર અલગ અલગ રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે તો તેની બોડી પર કમેન્ટ કરતા લખ્યુ કે, કેટલી મોટી થઇ ગઇ છે. કરીનાના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કરીના જીન્સ-ટોપ અને ગોગલ્સ પહેરીને ઘરની બહાર ઊભી છે. તે આ લૂકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ દરમિયાન તેના હાથમાં કોફીનો કપ પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે થોડી સેકન્ડ માટે કરીના ચાલે છે અને પછી જ્યારે તેની કાર આવે છે, ત્યારે તે તેમાં બેસીને નીકળી જાય છે.

આ વીડિયો સામે આવતાં જ લોકો તેની ચુટકી લેવા લાગ્યા છે. કરીનાએ થોડા સમય પહેલા જ આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું હતું. તે હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. રીપોર્ટ્સ અનુસાર કરીના ટૂંક સમયમાં એકતા કપૂર દ્વારા નિર્દેશિત હંસલ મહેતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં ખબર આવી હતી કે દિગ્દર્શક સુજોય ઘોષ કરીના કપૂર સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

રીપોર્ટ્સ અનુસાર, ફિલ્મ આગામી વર્ષ સુધી ફ્લોર પર જશે. જય શેવકર્મણી આ ફિલ્મનું નિર્માણ કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે, જેનું શૂટિંગ દાર્જિલિંગ અને કાલિમપોંગમાં કરવામાં આવશે. સુજોય આ ફિલ્મનું શૂટિંગ બે મહિનામાં પૂરું કરવાના મૂડમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Live 247 Media

disabled