કરીના કપૂર ખાને પટૌડી પેલેસથી શેર કરી સેલ્ફી, અબ્બુની પાછળ લપાયો જેહ - Chel Chabilo Gujrati

કરીના કપૂર ખાને પટૌડી પેલેસથી શેર કરી સેલ્ફી, અબ્બુની પાછળ લપાયો જેહ

તૈમુર, જહાંગીર કરોડોના મહેલમાં ચીલ કરી રહ્યા છે, કરીના ખાને શેર કરી ખુબસુરત ફોટોઝ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ સમયે પટૌડી પેલેસમાં છે. આની જાણકારી તેને પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કરીના કપૂર ખાને ગુરુવારે તેના ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી  હતી. જેમાંથી એક તસવીરમાં તે પટૌડી પેલેસમાં તડકાનો આનંદ ઉઠાવતી જોવા મળી હતી. આ સમયે તેણે તેની સેલ્ફી શેર કરી છે.આ સેલ્ફીમાં તે સ્વેટર પહેરેલી જોવા મળી રહી છે અને લોનમાં તડકામાં ચીલ કરતી જોવા મળી રહી છે.

કરીના પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને પણ એન્જોય કરે છે. આ દિવસોમાં તે તેના બાળકો અને પતિ સાથે પટૌડી પેલેસમાં વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર સૈફ અને બંને બાળકો સાથેની તસવીર શેર કરી છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર ચાંદ સીરીઝ લગાવી જેમાં તેણે તેની પરિવાર સાથેની કેટલીક સેલ્ફી પ્રેમાળ કેપ્શન સાથે શેર કરી છે.

કરીના કપૂરે શેર કરેલી એક તસવીરમાં આકાશમાં ચાંદ ચમકતો જોવા મળી રહ્યો છે. આ તસવીર પર તેણે કેપ્શનમાં ચાંદ સીરીઝ અને હાર્ટ ઇમોજી લગાવ્યુ છે. તે બાદ આગળની તસવીરમાં તે તૈમુર અલી ખાન સાથે સેલ્ફી લઇ રહી છે અને આ દરમિયાન તૈમુર લોલીપોપ ખાઇ રહ્યો છે. તેની પાાછળ કરીના છે. તેણે ગ્રે રંગની હુડી પહેરી છે.

આ તસવીર શેર કરતા તેણે લખ્યુ, મારા પહેલા ચાંદ સાથે.આગળની તસવીરમાં તે તેના પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે. તે ચાંદ નીચે પોઝ આપી રહ્યા છે. આ તસવીર પર બેબોએ લખ્યુ- એન્ડ ધ બેસ્ટ ફોર લાસ્ટ.

કરીનાએ છેલ્લી તસવીરમાં જેહ અને સૈફ સાથેની સેલ્ફી શેર કરી છે. જેહ આ દરમિયાન તેના પિતા સૈફના ખભા પર જોવા મળી રહ્યો છે. કરીનાએ આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ- ચાંદ અને તેમનો સૂવાનો સમય…પરંતુ હું મેનેજ કરી લઇશ. સીરીઝ કંપલીટ.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. જ્યાં પહેલા ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થવાની હતી, હવે તેની તારીખ લંબાવવામાં આવી છે. હવે આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે. આ સિવાય કરીના એકતા કપૂર સાથે એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરશે. તેનું નિર્દેશન હંસલ મહેતા કરશે.

Live 247 Media

disabled